કડી માં બાયો મેડિકલ વેસ્ટનો ખુલ્લેઆમ નિકાલ નો સીલસીલો યથાવત

શેર કરવા અહીં ક્લિક કરો.

— લોકોના આરોગ્ય સાથે થઈ રહ્યા છે ચેડા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે :- કાર્યવાહીમાં શૂન્ય જોવા મળ્યું ?

— બાયો મેડિકલ વેસ્ટ: એક નાની બેદરકારી  વિનાશ નોતરી શકે !!!

ગરવી તાકાત મહેસાણા : કડી શહેરના નાનીકડી વિસ્તારમા યુનિયન કોર્પોરેશન બેંક ની સામે કચરા ના ઢગલા માંથી મેડીકલ વેસ્ટ નો સીલસીલો યથાવત જોવા મળ્યો રોડ  ઉપર જોવા મળેલા મોટા મેડીકલ જથ્થાથી ખળભળાટ મચી ગયો. મેડિકલ કચરો જાહેરમાં ફેંકવા ઉપર પ્રતિબંધ છે. મેડિકલ વેસ્ટ નો યોગ્ય જગ્યાએ નીકાલ કરવાની જગ્યાએ આ મેડીકલ વેસ્ટ અમૂક ઈસમો મનફાવે ત્યાં શહેરના જાહેર માર્ગો ઉપર નિકાલ કરવામાં આવી રહ્યો છે. દર્દીને ઉપીયોગમાં લીધેલી સોય, ઇન્જેક્શન, દવા વાળા ભરેલા ઇન્જેક્શન, બાટલો ચડાવીને ઉતારેલ લોહી વાળી નળી સહિતનો બાયો મેડિકલ વેસ્ટનો જથ્થો મળી આવ્યો હતો.તથા મેડીકલ વેસ્ટ  મટિરિયલ સહિ‌ત  કચરા ના ઢગલા માં જોવા મળ્યું હતું અને  લોકોના આરોગ્ય સાથે સીધા ચેડા સમાન છે.ત્યાં આવેલ આજુ બાજુમાં આવેલ સ્થાનીક ખાનગી હોસ્પિટલ ને બદનામ કરવાનું જાણે કાવતરું થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે અને ત્યાં ના  સ્થાનીક લોકો ચર્ચા કરી રહ્યા હતા.
આ વિસ્તારમાંથી અનેક સ્થાનિકો કચરો ઠાલવવા આવે છે ત્યારે જો આ બાયો મેડિકલ વેસ્ટ વાગી જાય તો ગંભીર બીમારી ફેલાઈ શકે છે તેમજ પશુઓ કચરાના ઢગલા માં  મોઢું નાખતા હોય છે તેમને પણ આ મેડિકલ વેસ્ટથી નુકશાન થઈ શકે છે. બાયો મેડિકલ વેસ્ટ જાહેરમાં નાખી શકાય નહીં જેથી લાગતા વળગતા તંત્ર દ્વારા આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવું લોક મુખે ચર્ચા જોવા મળી રહી છે પરંતું કડી નું સ્થાનીક તંત્ર આવા ઈસમો સામે કોઈ યોગ્ય પગલાં ભરવામાટે જાણે તૈયાર જ ના હોય તેવું જોવા મળી રહ્યું છે અને આવા મેડીકલ વેસ્ટ નાખનાર ઈસમો ને પણ જાણે તંત્ર નો કોઈ ડર ના હોય તે રીતે શહેરનાં જાહેરમાર્ગો ઉપર ખુલ્લેઆમ નાખવામાં આવી રહ્યો છે મેડીકલ વેસ્ટ આ ઘટના ની સવારે જાણ થતા ત્યાં આજુ બાજુ શોપિંગ સેન્ટર ના લોકો તથા અન્ય લોકો ના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા અને આ મેડીકલ વેસ્ટ નાખનાર ઈસમ સામે રોષે ભરાયાં હતાં. અને તેની સામે કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી હતી.
ગુજરાત પોલ્યુશન બોર્ડ મહેસાણા ના અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા પરંતુ નાની મોટી કાર્યવાહી કરી ને સંતોષ માણી લેતા અઘિકારીઓ સામે  લોકો રોષે ભરાયાં હતાં. કડી માં વારંવાર અલગ અલગ જગ્યાએ  મેડીકલ વેસ્ટ મળી આવવાની ઘટના બનતી હોય છે ત્યારે કડી નગરપાલીકા ના અધિકારીઓ ત્યાં આવી ને મેડીકલ વેસ્ટ સાફ સફાઇ કરી ને તેને હટાવી ને તેમની કામગીરી કરી દેતા હોય છે.પરંતું કડી નગરપાલીકા ના અધિકારીઓ પણ આવા મેડીકલ નાખનાર ઈસમો સામે યોગ્ય તપાસ કરી ને કાર્યવાહી ના કરતા લોકો ને તંત્ર નો જાણે ડર જ ના રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે
કે પછી લોક મુખે ચર્ચા એવી પણ જાણવા મળી હતી કે લાગતા વળગતા તંત્ર ના અઘિકારીઓ આવા મેડીકલ ઈસમો સામે તપાસ કરી ને નામ બહાર ના આવે એટલે મસમોટા વહીવટ લઈન ને સંતોષ માની લેતા હોય છે તેવું પણ લોક મુખે ચર્ચા જોવા મળી હતી અને તેના કારણે લોકો ને આરોગ્યના સાથે ચેડા થતાં જોવા મળી રહ્યા છે ત્યાં રસ્તા ઉપર સ્કૂલ ના વિધાર્થીઓ ની પણ અવર જવર પણ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે.અને ત્યાં થી અનેક રાહદારીઓ ત્યાંથી નીકળતા હોય છે અને આવા મેડીકલ વેસ્ટ ને કારણે કોઈ રોગચાળો ફાટી નીકળશે તો કોની જવાબદારી રહશે તે પણ એક મોટો પ્રશ્ન ઉઠ્યો છે.
કડી નગરપાલિકા ના અધિકારીઓ અને ગુજરાત પોલ્યુશન બોર્ડ મહેસાણા ના અધિકારીઓ ધટના ની જાણ તથા દોડી તો આવ્યા હતા પરંતુ આવા મેડીકલ વેસ્ટ નાખનાર ઈસમ સામે યોગ્ય તપાસ કરી ને હજું સુઘી કોઈ ઈસમ કે સંચાલક ને  બહાર ના લાવતા ત્યાં સ્થાનિક લોકો લાલ ધૂમ થઈ ગયા હતા અને ચર્ચા કરી રહ્યા હતા કે મસમોટા વહીવટ મળતાં ની સાથે આ મેડીકલ વેસ્ટ નાખનાર અને ઈસમ કે સંચાલકો ને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ આ ઘટના માં હવે મેડીકલ નાખનાર ઈસમ ને કેટલા સમય માં બહાર લાવી ને તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કે પછી આવો ભાઈ આપણે બને સરખા તેવી રમત રમાશે તે આવનાર સમય જ બતાવશે.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.