ગરવી તાકાત,કડી
કડી ના મોટા ભાગ ના રોડ-રસ્તાઓ અતિ બિસમાર બની ગયા છે. જેના કારણે વાહન ચાલકો ખુબજ હેરાન થઈ રહ્યા છે. ખરાબ રસ્તાઓ ના કારણે સાંજ સવારઅકસ્માતો ના બનાવો બની રહ્યા છે. તંત્ર આ વાત જાણે છે તેમ સતા કોઈ યોગ્ય પગલા લેવામાં નથી આવતા. તો બીજી બાજુ જે રોડ રસ્તાઓ નવા બન્યા છે તેમાં પણ મસ મોટા ખાડાઓ પડી ગયા છે. તમામ રોડ રસ્તાઓ ના કામો માં મોટો ભ્રષ્ટાચાર થયો હોવા ની ચર્ચાઓ પણ થઈ રહી છે. તો બીજી બાજુ જે રસ્તાઓને નવી બનાવવાની માગ લાંબા સમયથી કરવામાં આવી રહી છે તે રસ્તાઓ ને વારંવાર ડામર ના થીગડા મારી દેવામાં આવે છે. કડીમાં આવેલા જાહેર માર્ગો ઉપર માત્ર થીગડા મારવામાં આવ્યા, એ પણ હલકી ગુણવત્તા વાળા મટેરિયલમાં કડી તાલુકાના વડવાળા હનુમાનજી રોડ ઉપર થિંગડા મારવામાં આવ્યા.
આ પણ વાંચો – મહેસાણા સહીત 12 જીલ્લામાં 127 કરોડના ખર્ચે કરાયેલ જમીન માપણીમાં મોટા પ્રમાણમાં કૌભાંડ
કડીમાં અનેક વિસ્તારોમાં ઠેરઠેર રોડ નવો બનાવવા ની લાંબા સમયથી માગ ઉઠવા પામી છે. પરંતુ દર વર્ષે ચોમાસામાં આ રોડ એટલી હદે ખરાબ થઈ જાય છે કે, અહી કોઈ વાહન ચલાવવું પણ મુસીબત સમાન છે. અને તંત્ર દ્રારા રોડ નવો બનાવવા ની જગ્યાએ માત્ર થીગડા મારી દેવામાં આવે છે. જ્યારે આ રોડ ની બાબતે તપાસ કરતા જાણવા? મળ્યું હતું કે, રોડ એટલી હદે ખરાબ થઈ ગયેલો છે કે અહી થી લોકો પસાર થતા ડરી રહ્યા છે. પરંતુ થીગડા માં ડામર જેવું કઈ દેખાઈ આવતું નહતું. માત્ર કપચી નાખી દેવામાં આવી હોવાનું જણાઈ રહ્યું છે. ત્યાં રોડ ઉપર તપાસ કરવામાં આવી તો તે થીગડા માત્ર કપચીના જ હતા તેવું લાગ્યું હતું. જે થીગડા માર્યા છે તે હાથ થી પણ ઉખડી જતા હતા માત્ર લોડ,પાણી અને કાચો-પાકો સિમેન્ટ જેવું મટીરીયલ વાપરવા માં આવ્યું છે. ત્યારે આ થીગડા કેટલા સમય માટે રહેશે? તે મોટો પ્રશ્ન છે. કારણ કે જો હાથ થી થીગડા ઉખડી જતા હોય તો અને આ રોડ ઉપર મોટા અને ભારે વાહનો ની પણ અવર-જવર વધારે હોય છે તો આવા રોડ ઉપર થી નીકળતા વાહનો ચાલશે તો તેની શું હાલત થશે? માટે આ રોડ વહેલી તકે નવો બનાવવામા આવે તો લોકો ને રાહત થશે. અહી થી રાત દિવસ વાહનો ની અવર જવર રહેતી હોય છે જો આવીજ રીતે રોડ હલકી ગુણવત્તા વાળા મટીરીયલ થી બનાવવા માં આવશે અને કોઈ અકસ્માતો થશે તો તેનાજવાબદાર કોણ? હાલ લોકો આ રોડ નવો બને તેવી આશા રાખી બેઠા છે.