જલિયાંવાલા બાગના શહીદોનું એ લોકો જ અપમાન કરી શકે જે શહાદતનો મતલબ સમજતા નથી : રાહુલ ગાંધી

શેર કરવા અહીં ક્લિક કરો.

ભારતના ઇતિહાસમાં એક કાળા અધ્યાય તરીકે નોંધાયેલા જલિયાંબાગના નવા રૂપને લઇને કેન્દ્ર સરકાર સામે સોશિયલ મીડિયા પર મોદી વિરોધી લોકોનો ગુસ્સો ઠાલવી રહ્યા છે અને સરકારના આ પગલાંની લોકો આલોચના કરી રહ્યા છે. કેન્દ્ર સરકારે જલિયાંવાલા બાગનું નવીનીકરણ કરતા વિવાદ ઉભો થયો છે.

મોટા ભાગે આલોચના એ કોરિડોર માટે કરવામાં આવી રહી છે, જેને બદલી દેવામાં આવ્યું છે. આ કોરિડોરમાં જ અંગ્રેજ જનરલ ડાયરે શાંતિપૂર્વક વિરોધ કરી રહેલા ભારતીયો પર ગોળીબાર કરવાના આદેશ આપ્યા હતા, જેમાં હજારો લોકો મોતને ભેટ્યાં હતા.જે જલિયાવાંલા હત્યાકાંડ નામે ઇતિહાસના કાળા પાના પર અકિંત થયેલો છે, હવે ચારેબાજુ લેસર લાઇટો લગાવવામાં આવી છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક ખાનગી ટીવીના અહેવાલને શેર કરીને લખ્યું કે જલિયાંવાલા બાગના શહીદોનું એ લોકો જ અપમાન કરી શકે જે શહાદતનો મતલબ સમજતા નથી. રાહુલે કહ્યું કે હું પણ એક શહીદનો પુત્ર છુ અને શહીદોનું અપામન કોઇ પણ કિંમતે સહન કરી શકું નહી. અમે આ અભદ્ર્‌ ક્રુરતાની વિરુધ્ધમાં છીએ. સોશિયલ મીડિયા પર અનેક લોકોએ સરકાર પર નવીનીકરણના નામ પર ઇતિહાસને નષ્ટ કરવાનો આરોપ લગાવ્યો છે સાથે એમ પણ કહ્યું છે કે રાજકારણીઓને કદાચ જ ઇતિહાસની અનુભુતિ થશે હશે.

ઇતિહાસકાર એસ. ઇરફાન હબીબ જાેય દાસે ટવીટને રિટવીટ કરીને લખ્યું કે પહેલી તસ્વીર જલિયાંવાલા બાગના મૂળ પ્રવેશ દ્રારની છે,જયાંથી જનરલ ડાયરે નરસંહારનો આદેશ આપ્યો હતો. બીજી તસ્વીર નરેન્દ્ર મોદી સરકાર દ્રારા તેને સંરક્ષણના નામ પર રિનોવેટ કર્યા પછીની છે. જાેઇએ લો તે કેવું દેખાય છે. હબીબે કહ્યું કે ઇતિહાસની છેડછાડ કર્યા વગર વિરાસતોની દેખભાળ થવી જાેઇએ.

આ બાબતે સીપીએમના નેતા સીતારામ યેચુરીએ પણ ઈરફાન હબીબના ટ્વીટને રીટ્વીટ કરતા લખ્યુ હતુ કે,  એવા જ લોકો આવું કાંડ કરી શકે જે સ્વંતંત્રતા સંગ્રામથી દુર રહ્યા હોય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે જલિયાંવાલા બાગના જીર્ણોદ્વાર કરાયેલાં સંકુલનું ઉદઘાટન કરતી વખતે કહ્યું હતું કે દેશના ઇતિહાસનું રક્ષણ કરવું દેશની ફરજ છે. ઇતિહાસકાર કિમ એ વૈગનરે ટવીટ કરીને લખ્યું છે કે આ સાંભળીને હું સ્તબ્ધ છું કે 1919 ના અમૃતસર નરસંહારના સ્થળ જલિયાંવાલા બાગને નવું રૂપ આપવામાં આવ્યું છે. જેનો મતલબ સ્પષ્ટ છે કે ઘટનાની અંતિમ નિશાનીની મિટાવી દેવામાં આવી રહી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.