સુશાંતની બહેનો જ તેની પ્રોપર્ટી પડાવી લેવા માંગતી હતી: શ્રુતી મોદીના વકીલ

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત, મુંબઈ

સુશાંત સિંહ રાજપુત એક પ્રેમાળ વ્યક્તિત્વ જે હવે આપણા વચ્ચે નથી રહ્યો તેની મોત પર એક બાદ એક ખુલાસા થઇ રહ્યાં છે એક તરફ રિયા ચક્રવર્તી વિરૂધ્ધ કે.કે. સિંધે ફરિયાદ દાખલ કરી છે તો બીજી તરફ રિયા સુશાંતની બહેનોને ટાર્ગેટ કરી રહી છે.
સીબીઆઇને કેસ સોંપાયા બાદ ખુબ ઉડાણપૂર્વક તપાસ થઇ રહી છે સિધ્ધાર્થ પિઠાણી,નીરજ અને દિપેશને પણ ઘણી વાર પુછપરછ માટે બોલાવવામાં આવ્યા છે તે સિવાય સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને ચાર દિવસમાં ૩૫ કલાક જેવી પુછપરછ કરવામાં આવી છે. આ મામલે સુશાંતની પૂર્વ મેનેજર શ્રૃતિ મોદીને પણ પુછપરછ માટે બોલાવાય તેવી આશંકા છે શ્રૃતિના વકીલ દ્વારા એક સ્ટેટમેન્ટ આવ્યું છે, જેમાં સુશાંતની બહેનો પર આરોપ લગાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો – મીડીયા રીયા સાથે નહી પણ લોકડાઉનમાં નિરાશ્રીત થયેલા લોકોનુ મજાક ઉડાવી રહ્યુ છે

સુશાંત મુદ્દે શ્રૃતિ મોદીના વકીલે કહ્યું કે સુશાંતની બહેનો જ સુશાંતને કંટ્રોલમાં રાખતી હતી જેથી તેની પ્રોપર્ટી પર તે લોકો કબજાે જમાવી શકે ૨૫ અને ૨૬ નવેમ્બર શ્રૃતિ માટે ખુબ મહત્વપૂર્ણ દિવસ હતો. સુશાંતની બહેનો તેને ચંડીગઢ લઇને જવા માંગતી હતી જેથી તે લોકોએ જ સુશાંતના બધા સ્ટાફને કાઢી મુકયો શ્રૃતિ પગેલા પણ એક મેનેજર હતો તેને પણ પ્રિયંકાએ કાઢી મુકયો હતો પ્રિયંકા સુશાંતના પૈસૈ મોંધા ઘરેણા ખરીદતી હતી જયારે સુશાંત તેની બહેનો સાથે રહેતો હતો તો તેની બહેનો તેને રિયા સાથે મળવા નહોતી દેતી તેમ છતાં પણ રિયા થોડા સેકન્ડ સુશાંતને મળી લેતી હતી.

આ પણ વાંચો – કાજોલ તેની દિકરી ન્યાસા દેવગન સાથે સીંગાપુર શીફ્ટ થાય એવી આશંકા

સુશાંત એક સ્ટાફ મેમ્બરે સુશાંતની ત્રણ બહેનોને વાત કરતાં સાંભળી હતી કે એકવાર સુશાંતને સાથે આવવા તો દો પછી તેની બધા પ્રોપર્ટી પર કબજાે જમાવી લઇશું આ બાદ જ સુશાંતે બહેનો સાથે ન જવાનો નિર્ણય કર્યો તેણે પોતાની બિઝનેસ કલાસની ટિકીટ કેન્સલ કરાવી દીધી સુશાંત કેસમાં આવનારા દિવસો ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થવાના છે.સીબીઆઇએ પોતાની તપાસ ઝડપી બનાવી છે રિયા અને અન્ય લોકોની પુછપરછ કરવામાં આવીરહી છે. રિયા સુશાંતની બહેનો પર આરોપ લગાવી રહી છે અને તેની બહેનો રિયા પર હવે આ કેસને વધુને વધુ ગુંચવાતો જાય છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.