મહેસાણાના જોટાણા તાલુકામાં આવેલા ગોવિંદવાડી ગામ પાસે ONGCના 7 તેલના કુવા બંધ કરવા માટે પોલીસ સ્ટેશનમા ફરિયાદ થઈ છે. પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ થઈ છે.મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકામાં આવેલા ગોવિંદવાડી ગામ નજીક આવેલા ઓએનજીસીના 7 તેલ કુવા 10 દિવસ સુધી બંધ કરી દીધા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.1,18,000 લીટર ક્રૂડ ઓઇલ નું નુકશાન પોલીસ ચોપડે નોંધાયું

આથી મહેસાણા ONGC ક્રૂડ ઓઇલના રોજિંદા ઉત્પાદનમાં 11,800 લીટર ઓછું ઉત્પાદન નો ઘટાડો નુકશાન સ્વરૂપે નોંધાયો છે. 10 દિવસ સુધી 7 જેટલા તેલના કુવા બંધ રહેતા ONGC ને 1,18,000 લીટર ક્રૂડ ઓઇલનું નુકશાન પોલીસ ચોપડે નોંધાયું છે.ફરિયાદ સાંથલ પોલીસ સ્ટેશન માં નોંધાઈ છે

જોકે મહેસાણા સ્થિત ઓએનજીસી ની મુખ્ય કચેરી ને જાણ થતા જ બજરંગબલી મોર્ય નામના અધિકારી એ ગોવિંદવાડી માં રહેતા ઝાલા તિલકસિંહ,ગુમાનસિંહ અને ગંભીરસિંહ નામના 3 ઈસમો સામે રૂપિયા 23.60 લાખનું નુકશાન કર્યું હોવાની ફરિયાદ સાંથલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

Contribute Your Support by Sharing this News: