અમદાવાદ-મહેસાણા-પાલનપુર હાઈવેની મોઢેરા ચોકડી નજીક અન્ડર પાસ બ્રીઝની કામગીરી ચાલી રહી છે. આ અન્ડર બ્રીજ બનવાની અવધી 15 માસની છે ત્યારે કામગીરી દરમ્યાન ભારે ટ્રાફીકની સમષ્યા સર્જાતા, સર્વીસ રોડને નો પાર્કીંગ ઝોન તથા વનવે કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. જેને મહેસાણા કલેક્ટરે ગ્રાહ્ય રાખી અન્ડરબ્રીજના સર્વીસ રોડને નો પાર્કીંગ ઝોન તથા વન વે કરવાનુ જાહેરનામુ બહાર પાડ્યુ છે.
પુત્રવધુના પ્રેમમાં પિતાએ કરી પુત્રની હત્યા – પોલીસ સ્ટેશનમાં હત્યાનો એહવાલ પણ નોંધાવ્યો !
મહેસાણા શહેરના મુખ્યમાર્ગ પાલાવાસણા સર્કલથી રામોસણા સર્કલ સુધીમાં ખુબ જ ટ્રાફીકની સમષ્યા રહે છે. ત્યારે મોઢેરા સર્કલ તથા જેવા સ્થળોએ ઓવર બ્રીઝ બનાવવાની જગ્યાએ અન્ડરબ્રીજનુ કામ હાથ ધરવામાં આવ્યુ છે. આ કામગીરી દરમ્યાન દરરોજ સવારના સમયે ખુબ જ ટ્રાફીકની સમષ્યા જોવા મળે છે. જેમાં માલગોડાઉન રોડ પરથી આવવા – જવા વાળા વાહનોને પગલે પણ ખુબ ટ્રાફીકની સમષ્યા પેદા થાય છે. ઉપરથી આસપાસના શોપીંગ સેન્ટરોમાં કોઈ પાર્કીંગની વ્યવસ્થા ના હોવાના કારણે લોકો સર્વીસ રોડ પર જ વાહનો પાર્ક કરતા પણ ટ્રાફીક સમષ્યા પેદા થાય છે. અમદાવાદ તથા પાલનપુર તરફ જતા મુસાફરોને(ખાસ કરીને નોકરી – ધંધા પર નિકળેલા લોકોને) સવારના સમયે ભારે હાંલાકીનો સામનો કરવો પડે છે. અહીયા દરરોજ સવારના સમયે ટ્રાફીક જામ થતા તેમનો કિંમતી સમય પણ વેડફાતો હોય છે.
આ મામલે માર્ગ અને મકાન વિભાગે મહેસાણા કલેક્ટરને ગાયત્રી મંદીરથી શીલ્પા ગેરેજ સુધીના(લગભગ 1 કી.મી.) માર્ગને વનવે તથા નો પાર્કીંગ ઝોન જાહેર કરવા દરખાસ્ત કરી હતી. માર્ગ અને મકાન વિભાગની આ દરખાસ્તને ગ્રાહ્ય રાખી મહેસાણા કલેક્ટરે મહેસાણા ગાયત્રી મંદીર થી શીલ્પા ગેરેજ સુધીના માર્ગને વન વે તથા નો પાર્કીંગ ઝોન જાહેર કરવા હુકમ કર્યો છે.