પ્રતિકારત્મક તસ્વીર
પ્રતિકારત્મક તસ્વીર

ગરવીતાકાત અમદાવાદ: સરદાર પટેલ રિંગ રોડ પર ઓઢવથી વસ્ત્રાલ જતા રિલાયન્સ પેટ્રોલપંપ સામે વહેલી સવારે સ્વીફટ કારચાલકે રોડની સાઈડમાં ઉભેલી આઇસર ગાડીની પાછળ કાર ઘૂસાડી દેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે બે વ્યક્તિને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રિંગરોડ પર એક આઇસર ગાડી ઉભી હતી ત્યારે પૂરપાટ ઝડપે આવેલા સ્વીફ્ટ કારના ચાલકે કાબુ ગુમાવતા કાર ગાડી પાછળ ઘુસી ગઈ હતી. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા તેઓએ એક વ્યક્તિને બહાર કાઢી હોસ્પિટલમાં મોકલ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કારમાં બેઠેલા શખ્સ બોટાદ બાજુના રહેવાસી છે. જે ડિવિઝન ટ્રાફિક પોલીસે હોસ્પિટલમાં પોહચી મૃતક અને ઇજાગ્રસ્ત અંગે તપાસ શરૂ કરી છે.