મૃતક બાઇક ચાલક નોકરી કરીને પોતાના ઘર તરફ જઇ રહ્યા હતા દરમિયાન અકસ્માત સર્જાયો
સામ સામે સર્જાયેલા બે બાઇકોના અકસ્માતમાં 3 ઇજાગ્રસ્તોને હારીજ સિવિલમાં ખસેડાયાં
ગરવી તાકાત, મહેસાણા તા. 10 – મહેસાણા જિલ્લાના બહુચરાજી હારીજ રોડ પર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બે બાઈક સામસામે અથડાતા ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. તેમજ એક યુવકનું આ અકસ્માતમાં મોત થયું છે. સમગ્ર ઘટનામાં ઈજા પામેલા ત્રણ યુવકોને હારીજ સિવિલમાં સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં મૃતકના કાકા એ અકસ્માત બાબતે બહુચરાજી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પાટણ જિલ્લામાં આવેલા ચાણસ્મા તાલુકાના ઇટોદા ગામે રહેતા આશોકજી ધનાજી ઠાકોર પોતાનું બાઈક લઈ બેચરાજી ખાતે આવેલા સપાવાડાં ગામે આવેલ ખાનગી કંપનીમાં નોકરી પૂર્ણ કરી આશોકજી ઠાકોર પોતાના બાઈક પર પાછળ ઠાકોર જગદીશજી ને બેસાડી નોકરીએથી ઘરે આવી રહ્યા હતા તે દરમિયાન બહુચરાજી હારીજ રોડ પર બાઈક લઈ ઘરે આવી રહ્યા હતા. એ દરમિયાન સુરપુરા પાટિયા પાસે સામેથી આવી રહેલા અન્ય એક બાઈક ચાલકે આશોકજીના બાઈકને ટક્કર મારી હતી.
અકસ્માતમાં બે બાઈક સામસામે અથડાતા કુલ ચાર લોકોને ઈજા થઇ હતી. લોકોના ટોળા ભેગા થઈ જતા કોઈએ 108 એમ્બ્યુલન્સને જાણ કરતા એમ્બ્યુલન્સ દોડી આવી હતી. જ્યાં ઠાકોર આશોકજી થતા ઠાકોર જગદીશજી અને સામે બાઈક પર સવાર કનૈયા તરપ્રસાદ અને જીતેન્દ્ર કશ્યપને ઈજા થઇ હતી. જેમાં આશોકજી ઠાકોરને કપાળ ના ભાગે ગંભીર ઈજા થતાં તેનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ ઇજાગ્રસ્ત ને હારીજ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે મૃતકના કાકા એ બેચરાજી પોલીસમાં GJ02AL1012ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.