ગરવી તાકાત મહેસાણા : માનવજાતની સેવા એ ભગવાનની સેવા છે સ્વામી વિવેકાનંદના આ ઉમદા વિચાર પ્રેરણા આપે છે દરેક વ્યક્તિ વિશ્વની સુખાકારીમાં ફાળો આપે. આ વિચારોએ બી.સી.એ. કોલેજના સ્ટાફ અને વિધ્યાર્થીઑને કપડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવા પ્રેરિત કર્યા.
અમે શ્રી સી.જે. પટેલ કોલેજ ઓફ કમ્પ્યુટર સ્ટુડિઝ (બી.સી.એ.) કોલેજના સ્ટાફગણ, વિદ્યાર્થીઓ અને એન.એસ.એસ.યુનિટના સમર્થનથી સાંકળચંદ પટેલ યુનિવર્સિટિના છઠા સ્થાપના દિવસે જીવન જરૂરિયાતની વસ્તુઓની કીટ બનાવીને ઉત્તર ગુજરાત વિકલાંગ કલ્યાણ સંઘ, કુવાસણા ગામે વિકલાંગ ભાઈ બહેનોને વિતરણ કરવામાં આવ્યું.
આ સંઘ ના મંદબુદ્ધિના બાળકોને શેરડી રસ અને બિસ્કિટ નું વિતરણ કરવામાં આવ્યું. તદુપરાંત જૂના પરંતુ પહેરવા લાયક કપડા ભેગા કરીને ઝૂંપડપટ્ટી અને અવિકસિત વિસ્તારોમાં સૌથી વધુ જરૂરિયાતમંદ બાળકો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોમાં કપડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.
આદર્શ સમાજસેવક, શિક્ષણ જાગૃતિ ના શિલ્પકાર અને વિસનગર ના નગરશેઠ એવા શ્રી સાંકળચંદ પટેલના ઉતરાધિકારી શ્રી પ્રકાશ પટેલ (પ્રમુખ શ્રી, સાંકળચંદ પટેલ યુનિવર્સિટિ) ધ્વારા આ સામાજિક સેવાકિય કાર્યને બિરદાવામાં આવ્યું.