— છેલ્લા ત્રણ વર્ષથી સોસાયટી ના રહીશો આ સમસ્યાઓ ભોગવી રહ્યા છે :
— તંત્રને અનેક રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય :
ગરવી તાકાત મહેસાણા : મહેસાણાના કડી શહેરી વિસ્તારમાં ગટરો ઉભરાઇને વરસાદી પાણીની માફક રોડ પર ગંદુ પાણી ફેલાતાં શહેરીજનોમાં
રોગચાળો ફેલાવાની દહેશત ફેલાઇ છે. ગટરોનું પાણી રોડ પર આવતાં સ્થાનિકો દ્વારા તંત્રને આ અંગે કેટકેટલીય રજૂઆતો કરાઇ છે છતાં તેનું પરિણામ શુન્ય જ આવ્યું છે.

કડી કરણનગર વિસ્તાર હાલ એટલી હદે વિકાસ ની દ્રષ્ટિ એ ખૂબજ આગળ વધી રહ્યો છે.ત્યારે નગરપાલીકા ની નિષ્ફળ કામગીરી ને કારણે ત્યાં ના રહેવાસીઓ અનેક મુશ્કેલીઓ નો સામનો કરી રહ્યા છે. માય હોમ્સ સોસાયટી ના આગળ
રસ્તા ના ભાગે ગટર લાઈન માંથી પાણી ઉભરાઈ ને બહાર આવતાં સમગ્ર રસ્તા ઉપર ગંદા પાણી નું રેલમછેલ જોવા મળે છે

છેલ્લા ત્રણ વર્ષથી આ વિસ્તારના રહેતા લોકો આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. પાલીકામાં તેની વારંવાર રજુઆત હોવા છતાં નઘરોળ પાલીકાના પેટનુ પાણી હલતું નથી.
આ વિસ્તારમાં એટલી બધી ગંદકી ફેલાયેલી છે કે, અનેક બીમારી ક્યારે સપડાય તે નક્કી નથી. પરંતુ પાલીકાને આ
વિસ્તારમાં ફેલાયેલી ગંદકી કેમ દેખાતી નથી? જ્યારે જયારે લોકો ફરીયાદ લઈને પાલીકામાં જાય છે ત્યારે ગટરો ચોખ્ખી કરવા માટે ચોખ્ખો ઉકેલ લાવવામાં આવતો નથી. વારંવાર ઉભરાતી ગટરના ગંદાપાણીની સમસ્યા યથાવત રહે છે.

પાલિકામાં અનેક વખત રજૂઆતો કરી છે. પરંતુ કોઈ સાંભળનાર નથી. ઘરની જ બહાર ગટરના પાણીનું તળાવ ભરાય છે. અને તેમાંથી ત્યાં ના રહેવાસીઓ અને નાના નાના બાળકો ને તેમાંથી પસાર થવું પડે છે.જેને કારણે બાળકો બિમાર પણ પડી શકે છે. ત્યાંના સોસાયટી ના રહેવાસીઓ સાથે વાત ચીત કરતા જાણવા મળ્યું છે કે કડી નગરપાલીકા ના અધિકારીઓ ગટર લાઇન ના પાણી નો યોગ્ય નીકાલ નહી કરવામાં આવે તો સોસાયટી ના તમામ રહેવાસીઓ ભેગા મળી લેખિત ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવશે જેવી ચીમકી આપવામાં આવી હતી.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી