થર્ટી ફર્સ્ટની રાત્રે અમદાવાદ પોલીસ ની લાલ આખ દારૂ પીધેલા 110 નબીરા પકડ્યા, 150 સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ

શેર કરવા અહીં ક્લિક કરો.

અમદાવાદમાં થર્ટી ફર્સ્ટની રાત્રે દારૂ પીને ફરતા લોકો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. જેમાં 31મી ડિસેમ્બરે શહેર પોલીસે દારૂ પીધેલી હાલતમાં તથા ડ્રિંક કરીને ડ્રાઈવ કરતા 260 લોકો સામે ગુનો નોંધ્યો છે. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, જેને લઈને 8 મહાનગરોમાં રાત્રે 11થી સવારના 5 સુધી કર્ફ્યૂ લાગુ કરાયું છે. જોકે ન્યૂ યરની ઉજવણીમાં કર્ફ્યૂ શરૂ થયા બાદ પણ જાહેરમાં બહાર ફરતા અને માસ્ક વિના ફરતા 794 જેટલા લોકો સામે પોલીસે કેસ કર્યા હતા.

સોલા પોલીસ સ્ટેશનમાં સૌથી વધુ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ
થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં નવા વર્ષને આવકારવામાં યુવાઓમાં દારૂના સેવન કરવાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. જેની સામે પોલીસ દ્વારા દર વર્ષે ખાસ ડ્રાઈવ યોજાતી હોય છે. શહેરમાં થર્ટી ફર્સ્ટની રાત્રે 110 જેટલા દારૂડિયા પકડાયા હતા. જ્યારે ડ્રિંક કરીને ડ્રાઈવ કરનારા 150 લોકો સામે કેસ થયા છે. જેમાં પણ સોલા પોલીસ સ્ટેશનમાં સૌથી વધુ 40 કેસો નોંધાયા.

માસ્ક વિના ફરતા 638 દંડાયા
​​​​​​​
રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે. દૈનિક કેસોનો આંક છેલ્લા 3 દિવસોથી 500ને પાર પહોંચી ગયો છે. એવામાં સરકારે પ્રતિબંધો કડક કરી દીધા છે. અમદાવાદમાં પણ રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે, ત્યારે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ કર્ફ્યૂમાં પણ બહાર ફરતા 156 લોકો સામે પોલીસે કેસ નોંધ્યો. જ્યારે પોલીસના જાહેરનામાનો ભંગ કરનારા 123 અને માસ્ક વિના જાહેરમાં ફરતા 638 લોકો મળી આવ્યા હતા

ન્યુજ એજન્સી

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.