વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતના પ્રવાસે પોતાના માદરે વતન આવશે
ગરવી તાકાત, મહેસાણા તા. 25 – ફરી એકવાર પ્રધાનમંત્રી મોદીનો ગુજરાત પ્રવાસ ગોઠવાયો છે. વડાપ્રધાન મોદી ફરીથી ગુજરાતના મહેમાન બનવાના છે. પ્રધાનમંત્રી મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવશે. પાંચ દિવસ બાદ આગામી 30 ઓક્ટોબરે પીએમ મોદી ખેરાલુના ડભોડા ખાતે આવશે. PM મોદી ખેરાલુના ડભોડામાં જંગી સભા સંબોધશે. તેમજ તેઓ ધરોઈ વિકાસના વિવિધ પ્રોજેક્ટનું ખાત મુહૂર્ત કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના માદરે વતન આવશે. આગામી 30 ઓક્ટોબર ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખેરાલુના ડભોડા ખાતે આવશે. જેમાં તેઓ જંગી સભાનં સંબોધન કરશે. હાલ ધરોઈને પ્રવાસન સ્થળ તરીકે વિકસિત કરવામાં આવી રહ્યું છે. ત્યારે પ્રધાનમંત્રી મહેસાણા જિલ્લાના વિવિધ વિકાસકાર્યોનું પણ ખાત મુહૂર્ત કરશે. 4778 કરોડના વિકાસ કાર્યોનું ઈ-ખાત મુહૂર્ત અને ઈ-લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રીના કાર્યક્રમ અંગે જિલ્લા ભાજપ સંગઠનની બેઠક યોજાઈ હતી.
પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઈ જિલ્લા ભાજપ સંગઠનની બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા ચૂંટાયેલા સદસ્યો સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ મહામંત્રી રજની પટેલ પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેનની અધ્યાક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી.