ગરવી તાકાત કાંકરેજ : કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા માં અયતિહાસિક પુરાણું હજારો વર્ષ પુરાણું ભગવાન વાળીનાથ નું મંદિર આવેલ છે જ્યાં દર વર્ષે વર્ષ માં બે વાર ભાતીગળ મેલો ભરાય છે એક શિવરાત્રી અને એક શ્રાવણ માસ માં રક્ષાબંધન (બળેવ )નો મેલો ભરાય છે આજે પવિત્ર શ્રાવણ માસ માં ભક્તો નું ઘોડા પૂર ઉમટશે.આ મંદિર નો ઇતિહાસ એવો છે કે ભગવાન શ્રીકૃષ્ણ જયારે ગોકુળ મથુરા થી દ્વારકા આવવા નીકળ્યા ત્યારે મધ્યપ્રદેશ હિમાચલ અને રાજેસ્થાન માંથી ભરવાડ સમાજ ના આગેવાન એવા જાજાભાઈ ભરવાડ ભગવાન શ્રીકૃષ્ણ સાથે દ્વારકા જવા નીકળ્યા સાથે ગૌધણ સાથે લીધા હતા
અને દ્વારકા આવવા રવાના થયા હતા રસ્તે ચાલતા ચાલતા ગુજરાત માં આવ્યા અને ગુજરાત ના ઉતરકાંઠે આવેલ શરણાયું (જંગલ )માં બનાસ ની નદીના કાંઠે રોકાયા હતા જ્યાં ભરવાડ એ નેસ નાખ્યો હતો ભગવાન શ્રીકૃષ્ણ નિત્ય કર્મ મુજબ સવાર ના પહોરમાં વહેલા ઉઠી ભગવાન શિવ ની પૂજા અર્ચના કરવાની નેમ હતી તે મુજબ થરા ના વાળીનાથ એટલે ઝાઝાવડા તરીકે ઉલખાય છે અહીં ભગવાન શિવ નું સ્થાપન થયું તે સ્થળ ભરવાડ સમાજ અહીં સ્થિર થયા તે સ્થળજે હાલ નું કાંકરેજ તાલુકા નું ગામ થરા માં ભગવાન શ્રીકૃષ્ણ એ શિવલિંગ ની સ્થાપના કરી તે સ્થળ ગ્વાળીનાથ ના નામ થી પણ જાણીતું છે થરા માં વાળીનાથ મહાદેવ મંદિરે શ્રાવણ મહિના માં આજે પવિત્ર માસ માં ભગવાન શિવ ને રીજવવા તેમની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે સિદ્ધપુર ના સિદ્ધપુર ના પીન્ટુભાઇ મહારાજ. હિરેણભાઈ પાધ્યા.
બકાભાઈ મહારાજ ..દ્વારા આખો શ્રાવણ માસ માં શિવલિંગ પર રોજ ના પાંચ હજાર બીલીપત્ર ચડાવવામા આવે છે સાથે સાથે પુષ્પ જળ તેમજ દૂધ નો અભિષેક કરવામાં છે થરા તેમજ ભરવાડ સમાજ ના ભાવિ ભક્તો દર્શન કરવા આજે શ્રાવણ માસ માં ઉમટ્યા હતા પવિત્ર શ્રાવણ માસ માં દર શાલ અહીં રક્ષાબંધન(બળેવ ) નો ભવ્ય થી ભવ્ય અહીં મેલો ભરાય છે સમગ્ર ગુજરાત ના ભરવાડ સમાજ નો ભાતીગળ મેળો લાખો લોકો જોવા અને માણવા આવે છે અહીં મંદિર ના મહંત શ્રીં ઘનસ્યામપુરી બાપુના સુંદર અને કુશળ વહીવટ માં લાખો ભાવિકો દર્શનાર્થે આવે છે અને ધન્યતા અનુભવે છે.
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેજ