— આધાર કાર્ડ ની કામગીરી ઠપ હોવાથી લોકો રોષે ભરાયા :
ગરવી તાકાત પાટણ : ગુજરાત સરકાર દ્વારા અનેક ડિપાર્ટમેન્ટ એવા છે કે જેમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કરવામાં આવે છે.ત્યારે સરસ્વતી તાલુકા મા આધારકાર્ડની કામગીરી કરતા જુના કોમ્પ્યુટર ઓપરેટરો ને ડીએક્ટિવ કરવામાં આવ્યા છે. ઓપરેટરો ને આધાર કાર્ડ ની કામગીરી મા થી છુટા કરાતા કામ માટે આવતા લોકો ના કામ નહી થતા રોષ ભરાયા છે.
સરકાર દ્વારા હાલમાં વિવિધ યોજનાઓ કાર્યરત છે તેમાં આધારકાર્ડ મુખ્ય હોય છે.તેમજ આધારકાડઁ માં ભૂલ સુધારા વધારા કરવા તેને લઈને કેટલાય લોકો ના પ્રશ્નો હોય છે.તો બીજી બાજુ સરકાર દ્વારા નબળા વર્ગના બાળકોને શાળામાં એડમિશન મળી રહે તે માટે આર.ટી.ઈ.ફોર્મ ભરવાનું ચાલુ છે.
આ એડમિશનમાં આધારકાર્ડ ફરજીયાત છે.જૂના ઓપરેટર ની માગણી છે કે હાલમાં વિવિધ યોજનાઓ તેમજ બાળકોના શિક્ષણ માટે આધાર કાર્ડની અત્યંત જરૂર છે.ત્યારે જુના ડિટેક્ટિવ કરેલા ઓપરેટર ને એડ કરવા વિનંતી છે.નવા ઓપરેટરો આવે તો તેમને ઘણી બધી તકલીફ ના કારણે કામગીરીમાં વિલંબ થાય.જુના ઓપરેટરો ઘણા સમયથી આધાર કાર્ડ ની પ્રક્રિયા માં જોડાયેલા છે.તો કોઈપણ શરત ચૂક માંથી એક બે ભૂલ થઈ હોય તો તેને પ્રથમ ભૂલ ગણી ને એક તક આપી તેનો કોડ એક્ટિવ કરી ને ભવિષ્યમાં આવી ભૂલ ન થાય તે માટે ટ્રેનિંગ નું આયોજન કરી કોડ એક્ટિવ કરવા વિનંતી ઓપરેટરો એ કરેલ છે.
તસવિર અને અહેવાલ : પરમાર ભુરાભાઈ સરસ્વતી પાટણ