કડી પાલિકા દ્વારા નિતીન પટેલના નામની લાગેલી તક્તીનો ઉપહાસ, કાળઝાળ ગરમીમાં પાણીની પરબો શોભાનો ગાંઠિયો
કડી નગરપાલિકા સંચાલિત પાણીની પરબો કાળઝાળ ગરમીમાં ધૂળ ખાય છે
ઉનાળાની ગરમીમાં રાહદારીઓને પીવાના પાણીની સુવિધા મળી રહે તે માટે કડી પાલિકા દ્વારા પાણીની પરબ બનાવાઇ હતી
ગરવી તાકાત, કડી તા. 26 – કડી શહેર ને ફરતે નગર પાલિકા દ્વારા પાણી ની પરબો બનાવમાં આવી હતી જ્યારે ગુજરાત રાજ્યના ના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ ની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કડી નગર પાલિકા દ્વારા પાણી ની પરબો બનાવમાં આવી હતી ત્યારે હાલ આ પાણી ની પરબો ની બતર હાલત હોવાથી નીતીન પટેલ દ્વારા પોતાના ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કડી શહેરીજનોને કડી તાલુકાના આસપાસ આવતા રાહદારીઓને પીવાની પાણીની તકલીફ ન પડે તેને ધ્યાને લઇ નીતિન પટેલ દ્વારા પોતાની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કડી નગરપાલિકાને પાણીની પરબ બનાવવા માટેની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી. ત્યારે કડી નગરપાલિકાના સત્તાધીશો જાણે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલની આબરૂની ધૂળધાણી કરવા બેઠા હોય તેમ ઉનાળાની કાળઝાળ ગરમીમાં કડી નગરપાલિકા સંચાલિત પાણીની પરબો ધૂળ ખાતી હાલતમાં જોવા મળી રહી છે.
