થરાદ ખાતે આજે ઓ.બી.સી. એસ.ટી એસ.સી અને ઠાકોર સેના  એકતા મંચ દ્વારા  એલ.આર.ડી.ભરતી પ્રક્રિયામાં ઓબીસી એસ.સી એસ.ટી.ના પછાત વગૅના  ઉમેદવારોને ન્યાય આપવા બાબત આવેદનપત્ર આપ્યો તાજેતરમાં એલઆરડી ભરતી પ્રક્રિયા થયેલ ગેર બંધારણીય ઠરાવના આધાર જે ઠરાવ તારીખ 1 8 2018 ના રોજ ઠરાવ ક્રમાંક સી.આર આર.1096/2213/ ગ.ર ગુજરાત સરકાર ના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ છે તેમાં રાજ્ય સરકારની નોકરીઓમાં મહિલાઓ માટે અનામત જગ્યા રાખવા બાબત  જોગવાઈ  કરવામાં આવેલ છે જેમાં  આઇટમ. નં.1  મુજબ મહિલાઓના નામ કોટામાં મહિલાઓને કેવી રીતે સ્થાન આપવું ત્યારબાદ કોલમ નંબર 12 માં  જો મેરિટના આધારે અ.જા./અ.જ.જા./ સા.શ.પ.મહિલા જનરલ કોટામાં પસંદગી પામે તો તેને જનરલ કોટામાં ગણવી કે અનામતમાં ગણતરી મહિલા અનામત કેટેગરીમાં ગણવી તેના સ્પષ્ટીકરણ માં સરકારે ઠરાવ કરીને તેવું જણાવ્યું છે કે જો મેરીટ ના આધારે અ.જા/ અ.જ.જા/ સા.શ.પ. વગૅની મહિલા જનરલ કોટા માં પસંદગી પામે તો તેને સંબંધિત કેટેગરી ની મહિલા અનામત તરીકે કરવી આ ઠરાવ તાત્કાલિક દુર કરી પછાત વગૅ ની મહિલા ઓને ન્યાય આપવામાં આવે એવી માંગ સાથે રેલી નિકળી નારા લગાવી ને ઓ.બી.સી.એસ.ટી.એસ.સી.એકતા મંચ અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા થરાદ પ્રાન્ત ને આવેદનપત્ર આપવામાં આવ્યું.

તસ્વીર અહેવાલ વસરામ ચૌધરી થરાદ