ગરવીતાકાત અરવલ્લી: અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે કેદારનાથ સોસાયટી માં દબાણ દૂર કરવામાં આવ્યા હતા મળતી માહિતી પ્રમાણે મોડાસાની કેદારનાથ સોસાયટીમાં કેટલાક વ્યક્તિઓએ રસ્તા ઉપર દબાણ કરી કમ્પાઉન્ડ વોલ બનાવી દીધી હોવાની મોડાસા નગરપાલિકાને ફરિયાદ મળી હતી જેના પગલે તંત્ર એ તપાસ હાથ ધરી હતી અને ગેરકાયદેસર દબાણો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કેદારનાથ સોસાયટીમાં પહોંચી હતી રસ્તા ઉપર બોધેલા દબાણો બુલડોઝર વડે તોડી પડાયા હતા મોડાસા નગરપાલિકા દ્વારા કેદારનાથ સોસાયટી અને રામપાર્ક સોસાયટીના રસ્તાઓ ઉપર દબાણો હટાવવા કાર્યવાહી કરવામાં આવી હતી મોડાસા નગરપાલિકા ના દેવાંગ ભાઈ સોની મિહીન દેસાઈ સુનીલ પુરોહિત અને કુંજન બેન ચૌધરી દ્વારા દબાણો દૂર કરી દુકાનોને સીલ મારી દેવામાં આવ્યા હતા