સદુથલા ગામે નૂતન હોમિયોપેથિક મેડીકલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો 

May 6, 2023

સર્વરોગ નિદાન કેમ્પમાં સદુથલા તેમજ આસપાસના ગ્રામજનોએ મોટી સંખ્યામાં લાભ લીધો 

ગરવી તાકાત, મહેસાણા તા.06 – સદુથલા ગામે નૂતન હોમિયોપેથિક મેડીકલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સદુથલા ગામ તેમજ આસપાસના ગ્રામજનોએ મોટી સંખ્યામાં સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લીધો હતો.

તારીખ 04-05-23 ને ગુરુવારના રોજ સદુથલા ગામે દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં નૂતન હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હોમિયોપેથીક ડોક્ટર્સની સેવાનો 38 દર્દીઓએ લાભ લીધો હતો જેમણે નિઃશુલ્ક હોમિયોપેથીક દવા આપવામાં આવી હતી.

કેમ્પમાં 10 દર્દીઓને નિઃશુલ્ક ડાયાબિટીસ તપાસ માટે સુગર ચેક કરી આપવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ડોક્ટર્સ તેમજ પેરામેડિકલ સ્ટાફ દ્વારા ખડે પગે સેવા આપવામાં આવી હતી. આ નિઃશુલ્ક સફળ આરોગ્ય લક્ષી મેડિકલ કેમ્પના આયોજન બદલ સદુથલા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રીશ્રી તેમજ સદુથલા ગામના અગ્રણીઓ તરફથી સાંકળચંદ પટેલ યુનવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ અને ટ્રસ્ટીગણનો આભાર વ્યક્ત કર્યો હતો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0