નર્સીંગ ડે નિમિત્તે ગુજરાતનો નર્સીગ સ્ટાફ હડતાળના રસ્તે, આપી ચીમકી

શેર કરવા અહીં ક્લિક કરો.

કોરોના કહેર વચ્ચે આજે વિશ્વભરમાં નર્સીંગ ડે ઉજવાઈ રહ્યો છે. પરંતુ ગુજરાતમાં નર્સ અને ડોડક્ટો પોતાની પડતર માંગો સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.  યુનાઇટેડ નર્સિંગ ફોરમની અગાઉની પડતર 15 જેટલી માગણીઓને લઈ કોઈ સમાધાન નહીં મળતા ફરી નર્સિંગ સ્ટાફ દ્વારા કાળી પટ્ટી બાંધી વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. 17 મે સુધી આ આ પ્રકારે તેમના દ્વારા કાળી પટ્ટી બાંધીને વિરોધ આવશે.

ડોક્ટરો તથા નર્સોએ જણાવ્યુ હતુ કે ,  જો 17મી મે સુધી અમારી કોઈ માગણી નહીં સંતોષાય તો નર્સિંગ સ્ટાફ દ્વારા હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવશે. નર્સો દ્વારા લખયેલા પત્રમાં પોતાની વ્યથા ઠાલવવામાં આવી છે. જેમાં તેઓએ લખ્યુ છે કે,  કોરોનાનાં સમયમાં દિવસ રાત નોકરી કરે છે. તેઓ અનેક વખત સંક્રમિત થયા હોવાથી અનેકને પોતાનો જીવ પણ ગુમાવવો પડ્યો છે.  છતાં પણ તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે. જેને તાત્કાલિક ન્યાય મળે અને તેમની માંગ સંતોષવામાં આવે. રાજ્ય સરકારને અનેક રજૂઆતો બાદ પણ નર્સીસ પ્રત્યે ઉદાસીન અને ઉપેક્ષિત વલણ દાખવવાના પરિણામે હવે નર્સો આંદોલનનું શસ્ત્ર ઉગામવા જઈ રહ્યા છે.

નર્સીંગ સ્ટાફની માંગ

ગ્રેડ પે 4200 અને ખાસ ભથ્થાઓ 9600 પ્રતિ માસ ચુકવવામાં આવે. આઉટ સોર્સિંગથી ભરતી બંધ કરી 35 હજાર માસિક પગાર ચૂકવામા આવે. નર્સિંગ વિધાર્થીઓને ડીપ્લોમા દરમિયાન  15 હજાર સ્ટાઈપેન્ડ અપાય અને ડિગ્રી અભ્યાસમાં છેલ્લા વર્ષમાં ઈન્ટર્નશીપ દરમિયાન 18 હજાર પ્રતિ માસ ચૂકવાય. નર્સોને બે ઉચ્ચતર પગાર ધોરણને બદલે શિક્ષકોની જેમ 10-20-30 વર્ષે ત્રણ ઉચ્ચતર પગાર અપાય. રાજ્યમાં નર્સીસની ખાલી પડેલી લગભગ 4000 જગ્યા તાત્કાલિક ધોરણે ભરીને હાલના સ્ટાફની અછત દૂર કરવામાં આવે. નર્સોને છેલ્લા એક વર્ષથી આજદીન સુધી ન મળેલી રજાઓનું વળતર આપવામાં આવે. અથવા રજા જમા કરવાનો હુકમ થાય. ફિક્સ પગારમાં ફરજો બજાવતા નર્સીસને પણ આ તમામ ભથ્થા સમાન દરે ચૂકવામાં આવે.

ગૃહમંત્રીની પ્રતિક્રીયા

ગુજરાતના ગૃહમંત્રીએ આ મામલે પ્રતિક્રીયા આપતા કહ્યુ હતુ કે, સમાધાન માટે એક કમિટી બનાવાઈ છે. અમારી સરકાર આ મામલે હકારાત્મક વલણ દાખવી રહી છે. કમીટીના રીપોર્ટ મુજબ સંબધીત વિભાગોને સુચના આપી દેવાઈ છે જેથી ટુંક સમયમાં સમષ્યાનુ સમાધાન થશે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.