ભાવનગરની “Sir T” હોસ્પિટલમાં નર્સનો આપઘાત – સ્યુસાઈડ નોટમાં લખ્યુ “મારે લગ્ન નથી કરવા, લવ યુ પાપા”

શેર કરવા અહીં ક્લિક કરો.

ભાવનગરમાં આવેલી સર ટી હોસ્પિટલમાં સાંજના સમયે એક યુવતીએ હોસ્પિટલના સ્ટોર રૂમમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાની જાણ થતાં હોસ્પિટલ તંત્ર દોડતું થઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં નિલમબાગ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે નર્સિંગ સ્ટાફમાં કામ કરતી યુવતીના આપઘાત મામલે વધુ તપાસ હાથ ધરી છે.


ભાવનગરની સર ટી હોસ્પિટલમાં સાતમાં માળે આવેલા મેડિસન સ્ટોરના સિસ્ટર રૂમમાં આવેલા સ્ટોર રૂમમાં રવિવારે સાંજના સમયે અમીબેન તુલસીભાઈ મકવાણા (ઉંમર ૨૨ વર્ષ) રૂમના પંખા સાથે દોરડા સાથે ફાંસી ખાઈ આપઘાત કર્યો હતો. આ ઘટનાની જાણકારી મળતા હોસ્પિટલનો સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો. હોસ્પિટલ તંત્ર દ્વારા પોલીસને પણ ઘટનાની જાણ કરવામાં આવી હતી. યુવતીએ સ્યુસાઇડ નોટ સાથે પોતાની જીવનલીલા સંકેલી લીધી છે.

હોસ્પીટલમાં નર્સિંગ સ્ટાફમાં ફરજ બજાવતી યુવતીની બેગમાંથી સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે. પોલીસે નોટ પણ કબજે કરી છે. મળતી માહિતી પ્રમાણે યુવતીએ લગ્ન ન કરવા હોવાથી તેણે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. યુવતીએ પોતાની સ્યુસાઇડ નોટમાં લખ્યું કે, મારે લગ્ન નથી કરવા એટલે આ પગલું ભરુ છું. લવ યુ પપ્પા. તો યુવતીના આપઘાત બાદ હોસ્પિટલમાં શોકનો માહોલ જાેવા મળી રહ્યો છે. હાલ તો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.