નવરાત્રી વેકેશનને લઇને રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે. કેબિનેટ બેઠકમાં નવરાત્રી વેકેશનને લઇને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લાં કેટલાંય સમયથી આ નવરાત્રી વેકેશનને વિવાદ ચાલી રહ્યો હતો. શાળા સંચાલકોની દલીલો બાદ આ નિર્ણય લેવાયો છે. આગામી સત્રમાં નવરાત્રી વેકેશન નહીં મળે.

નવરાત્રી વેકેશનને લઇને રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે. કેબિનેટ બેઠકમાં નવરાત્રી વેકેશનને લઇને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લાં કેટલાંય સમયથી આ નવરાત્રી વેકેશનને વિવાદ ચાલી રહ્યો હતો. શાળા સંચાલકોની દલીલો બાદ આ નિર્ણય લેવાયો છે. શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2019-20નું એકેડમીક કેલેન્ડર જાહેર કરાયું છે. આગામી સત્રમાં નવરાત્રી વેકેશન નહીં મળે. બીજા સત્રમાં 142 દિવસનું શૈક્ષણિક કાર્ય રહેશે. 246 શૈક્ષણિક દિવસો રહેશે. સમગ્ર વર્ષ દરમ્યાન 80 રજાઓ રહેશે.

પ્રથમ સત્રની જો વાત કરીએ તો પ્રથમ સત્રમાં 104 દિવસનું શૈક્ષણિક કાર્ય રહેશે. તમને જણાવી દઇએ કે દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે. ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા 5 માર્ચ 2020થી શરૂ થશે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં નવરાત્રિનાં વેકેશનને લઇને રાજ્ય સરકારે વેકેશનને યથાવત રાખ્યું હતું. રાજ્યમાં નવરાત્રિમાં 8 દિવસનું વેકેશન રહેશે તેવી સરકારે જાહેરાત કરી હતી. એટલે કે તારીખ 30 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધીનું આ નવરાત્રી વેકેશન રહેશે તેવી સરકારે જાહેરાત કરી હતી.

જ્યારે ગત વર્ષે 10 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર સુધીનું નવરાત્રિનાં મિનિ વેકેશનની જાહેરાત કરાઇ હતી. એટલે કે 7 દિવસ સુધી નવરાત્રિનું વેકેશન જાહેર કરાયું હતું. ત્યારે લોકોએ આ નિર્ણયનો આવકાર કર્યો હતો. પરંતુ આ વખતે આ નવરાત્રિ વેકેશનનો મુદ્દાનો વિવાદ છેલ્લાં કેટલાંય સમયથી ચાલી રહ્યો હતો. જેથી રાજ્ય સરકારે અંતે નવરાત્રિ વેકેશનને રદ્દ કરવાનાં નિર્ણય પર મહોર મારી છે. જેથી નવરાત્રિ વેકેશન રદ્દ કરાયું અને દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે.

Contribute Your Support by Sharing this News: