હવે ગુજરાતી શાળાઓ માં આ વર્ષ થી નવરાત્રી વેકેશન નહિ મળે 

ગમ્યું તો આગળ શેર કરો.

ગરવીતાકાત ગાંધીનગર:ગત નવરાત્રીએ સરકારે નવરાત્રી વેકેશન આપીને દિવાળી વેકેશન ટુંકાવીને 14 દિવસનું આપ્યું હતું.ગત નવરાત્રીએ સરકારે નવરાત્રી વેકેશન આપીને દિવાળી વેકેશન ટુંકાવીને 14 દિવસનું આપ્યું હતું.  બોર્ડની શૈક્ષણિક સમિતિમાં નિર્ણય લેવમાં આવ્યો છે કે આ વખતે રાજ્યમાં શાળાઓમાં નવરાત્રીનું વેકેશન નહીં મળે. ગત નવરાત્રીએ સરકારે નવરાત્રી વેકેશન આપીને દિવાળી વેકેશન ટુંકાવીને 14 દિવસનું આપ્યું હતું. ગતવર્ષે સરકારનાં નિર્ણય બાદ પણ અનેક શાળાઓએ નવરાત્રી દરમિયાન શૈક્ષણિક કાર્ય રાબેતા પ્રમાણે ચલાવ્યો હતો. જે શાળાઓમાં વેકેશન આપવામાં આવ્યું હતું ત્યાંનાં વાલીઓએ પણ વિરોધ કર્યો હતો કારણ કે નવરાત્રી વેકેશન બાદ જ પરીક્ષાઓ શરૂ થતી હતી. જેના કારણે પરિવાર અને બાળકો બંન્ને નવરાત્રી યોગ્ય રીતે ઉજવી શકતા ન હતાં.રાજય સરકારે નવરાત્રીનું વેકેશન જાહેર કરીને દિવાળીનું વેકેશનમાં કાપ મુકી દેતા અનેક શહેરોમાં ભારે વિરોધ થયો હતો. અચાનક દિવાળી વેકેશન કપાતા વેકેશનનું આયોજન ખોરવાયું હતું.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનાં ચેરમેન એ જે શાહે આ અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે, ‘નવરાત્રિનું વેકેશન રદ કરવા અંગેની દરખાસ્ત આવી છે. જોકે આ દરખાસ્ત ઉપર સોમવારે બેઠક થયા બાદ ચર્ચા વિચારણા કરવામાં આવશે. નવરાત્રીનું વેકેશન રદ કરવા અંગે હજુ સુધી કોઇ નિર્ણય લેવાયો નથી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા સમિતિ અને શૈક્ષણિક સમિતિની આજે બેઠક મળી હતી. આ બેઠકમાં પરીક્ષામાં ચોરી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓ સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવી વિદ્યાર્થીઓને સાંભળવામાં પણ આવ્યાં છે.

ગમ્યું તો આગળ શેર કરો.