આ ચૂંટણી પૂર્ણ થયા બાદ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે, તેની તૈયારીઓ અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે. હવે આજે એક મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત ભાજપના કાર્યકરો સાથે ચર્ચા કરવાના છે અને તેઓ નવા જુસ્સા સાથે કાર્યકરોમાં નવા પ્રાણ ફૂંકશે
દેશમાં ચૂંટણીઓની મોસમ આવી ગઈ છે. ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી સાથે 5 રાજ્યોમાં ચૂંટણી બ્યૂંગલ ફૂંકાઈ ગયું છે. તમામ પાર્ટીઓએ પોતાની રણનીતિ બનાવવાની શરૂ કરી દીધી છે. ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની નજર સતત બીજીવાર સત્તા મેળવવાની છે. તો સમાજવાદી પાર્ટી પણ સત્તામાં વાપસી કરવાનો પ્રયાસ કરી રહી છે. આ સિવાય બહુજન સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પણ મેદાનમાં ઉતરશે. ત્યારે ગુજરાત ભાજપના કેટલાક નેતાઓને યૂપી ચૂંટણીની જવાબદારી મળી છે.
આ ચૂંટણી પૂર્ણ થયા બાદ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે, તેની તૈયારીઓ અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે. હવે આજે એક મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત ભાજપના કાર્યકરો સાથે ચર્ચા કરવાના છે અને તેઓ નવા જુસ્સા સાથે કાર્યકરોમાં નવા પ્રાણ ફૂંકશે. પીએમ મોદી ભાજપના પેજ પ્રમુખો અને પેજસમિતિના કાર્યકરો સાથે ચર્ચા કરવાના છે. જેના કારણે ગુજરાતમાં ભાજપે તમામ પેજ પ્રમુખોને નમો એપ સાથે જોડાવા તૈયારી કરી છે
(ન્યુઝ એજન્સી)