હવે ચૂંટણી ઢંઢેરા માટે ભાજપનું ખાસ 4 હજાર વિધાનસભા ક્ષેત્રમાં વિડીયો રથ ફેરવી જનસંપર્ક ફીડબેકનું અભિયાન 

શેર કરવા અહીં ક્લિક કરો.

નમો એપ. મારફત અભિપ્રાય લેવાશે: 6000 સજેશન, મીસકોલથી પણ ફીડબેક લેવાશે 

 વિવિધ સમુદાય- ક્ષેત્રના લોકો સાથે જૂથ બેઠક- ભાજપના 125 નેતાઓ ઢંઢેરા-અભિયાન સંભાળશે: વ્યાપક પણે લોકસંપર્કનું આયોજન

ગરવી તાકાત, ગાંધીનગર તા. 27 – આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપ એ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા તેજ બનાવી છે તે સમયે હવે ચૂંટણી ઢંઢેરા માટે પક્ષે ખાસ 4000થી વધુ વિધાનસભા ક્ષેત્રમાં વિડીયો રથ ફેરવીને લોકો પાસેથી ફીડબેક મેળવવાનો વ્યાયામ શરૂ કર્યો છે. પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાએ આ માટેના ખાસ તૈયાર કરાયેલા વિડીયો રથને લીલીઝંડી આપી હતી. આ ડ્રાઈવના ભાગરૂપે ભાજપ લોકો પાસેથી નમો એપ. મારફત પણ અભિપ્રાય આપવા જણાવ્યું છે.

BJP High Command's Trust on Gujarati Leaders 'HIGH' | BJP હાઇકમાન્ડનો  ગુજરાતના નેતાઓ પર ભરોસો 'HIGH': લોકસભા ચૂંટણી માટે પ્રભારીઓની જાહેરાત કરી,  વિજય રૂપાણી અને ...

ઉપરાંત અલગ અલગ 6000થી વધુ સ્થળો પર પક્ષ સજેશન બોકસ પણ મુકશે તથા દેશભરમાં જેઓ લોકોના મન જાણવા માટે અભિપ્રાય આપી શકે તેવા વિવિધ ક્ષેત્રના લોકોની બેઠકો પણ યોજશે તથા તેના કેડર મારફત ઘર-ઘર સુધી પહોંચીને તેઓ પાસેથી પણ અભિપ્રાય મેળવશે. લોકસભા ચૂંટણી માટે ભાજપે સંકલ્પપત્ર સજેશન લોન કેમ્પેન કાર્યક્રમ લોન્ચ કર્યા છે તથા તેમાં વિકસીત ભારત આત્મનિર્ભર ભારત અને વિશ્ર્વમિત્ર ભારત જેવા કેમ્પેન લોન્ચ કરશે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આ સંકલ્પ પાર પાડવા માટે લોકોને મત માટે અપીલ કરશે.

ભાજપે ક્રાઉડ સોર્સીંગ નો માર્ગ લીધો છે. જેના મારફત તા.15 માર્ચ સુધીમાં 1 કરોડ લોકોનો સંપર્ક કરશે અને તેમની પાસે શપથપત્ર પર સહી કરાવાશે. આ ઉપરાંત 25 વિડીયો રથ ફીર એક બાર મોદી સરકારના સૂત્ર સાથે દરેક લોકસભા ક્ષેત્રમાં ફરશે અને તેમાં એક પખવાડીયામાં આ રીતે 1000 રથ તૈયાર થઈ જશે. પક્ષ આ ઉપરાંત વિવિધ ક્ષેત્રના સમુહ સાથે ભાજપના કાર્યકર્તાઓ સંવાદ કરશે. જેમાં શિક્ષકો, ખેલાડીઓ, માછીમારો, વેપારીઓ, તબીબો, ખેડુતો આમ દરેક ક્ષેત્રના લોકોને આવરી લેવાશે. સંકલ્પપત્રના સૂચનો માટે મીસ કોલ ડ્રાઈવ પણ યોજવામાં આવશે. ભાજપ હવે વોટસએપ, એકટ- ઈન્સ્ટાગ્રામનો પણ સંકલ્પપત્ર માટે ઉપયોગ કરશે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.