ડુપ્લીકેટ સીમકાર્ડ લેવા બદલ હવે 3 વર્ષ જેલની સજા અને 50 લાખનો દંડ

શેર કરવા અહીં ક્લિક કરો.

સિમ કાર્ડ માટે બાયોમેટ્રિક ઓળખ જરૂરી રહેશે; લોકસભામાં ટેલિકોમ્યુનિકેશન બિલ પાસ થયું

નવી દિલ્હી તા. 21 – નવું ટેલિકોમ્યુનિકેશન બિલ 2023 બુધવારે, 20 ડિસેમ્બરે લોકસભામાં પસાર થયું હતું. હવે આ બિલને અંતિમ સમીક્ષા માટે રાજ્યસભામાં મોકલવામાં આવ્યું છે. આ બિલમાં નકલી સિમ ખરીદવા પર 3 વર્ષની જેલ અને 50 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે.

Sim Card: Latest News, Photos and Videos on Sim Card - ABP Asmita

બિલમાં ટેલિકોમ કંપનીઓને ગ્રાહકોને સિમ કાર્ડ આપતા પહેલા બાયોમેટ્રિક ઓળખ ફરજિયાત બનાવવા માટે કહેવામાં આવ્યું છે. આ બિલ સરકારને રાષ્ટ્રીય સુરક્ષા કારણોસર કોઈપણ ટેલિકોમ સેવા અથવા નેટવર્કને ટેકઓવર કરવા, મેનેજ કરવા અથવા સ્થગિત કરવાની મંજૂરી આપશે. એટલે કે યુદ્ધ જેવી પરિસ્થિતિમાં જરૂર પડશે તો સરકાર ટેલિકોમ નેટવર્ક પર મેસેજને ઈન્ટરસેપ્ટ કરી શકશે. આ બિલ 138 વર્ષ જૂના ભારતીય ટેલિગ્રાફ એક્ટનું સ્થાન લેશે જે ટેલિકોમ સેક્ટરનું નિયમન કરે છે. આ સિવાય આ બિલ ભારતીય વાયરલેસ ટેલિગ્રાફ એક્ટ 1933 અને ટેલિગ્રાફ વાયર એક્ટ 1950નું સ્થાન લેશે. તે ટ્રાઈ એક્ટ 1997માં પણ સુધારો કરશે.

લાઇસન્સિંગ સિસ્ટમમાં ફેરફાર થશે

બિલમાં લાયસન્સિંગ સિસ્ટમમાં પણ ફેરફાર થશે. હાલમાં, સેવા પ્રદાતાઓએ વિવિધ પ્રકારની સેવાઓ માટે જુદા જુદા લાઇસન્સ, પરવાનગીઓ, મંજૂરીઓ અને નોંધણીઓ મેળવવાની હોય છે. ટેલિકોમ વિભાગ દ્વારા જારી કરાયેલા 100 થી વધુ લાઇસન્સ અથવા નોંધણીઓ છે.

પ્રમોશનલ મેસેજ મોકલતા પહેલા ગ્રાહકની સંમતિ મેળવવી પડશે :

સેવાઓ માટે જાહેરાતો અને પ્રમોશનલ મેસેજ મોકલતા પહેલા ગ્રાહકની સંમતિ લેવી પડશે તે પણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. તે એમ પણ જણાવે છે કે ટેલિકોમ સેવાઓ પ્રદાન કરતી કંપનીએ એક ઓનલાઈન મિકેનિઝમ બનાવવું પડશે, જેથી વપરાશકર્તાઓ તેમની ફરિયાદો ઓનલાઈન નોંધાવી શકે.

એલોન મસ્કની સ્ટારલિંક જેવી કંપનીઓને ફાયદો થશે

ટેલિકોમ સ્પેક્ટ્રમની વહીવટી ફાળવણી માટે બિલમાં જોગવાઈ છે, જે સેવાઓના પ્રારંભને ઝડપી બનાવશે. નવા બિલથી અમેરિકન બિઝનેસમેન એલોન મસ્કની સ્ટારલિંક જેવી વિદેશી કંપનીઓને ફાયદો થશે. તે જ સમયે, Jio ને આના કારણે નુકસાન થઈ શકે છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.