પાલનપુરમાં વેરો ન ભરનારા 100 લોકોને નોટિસ ફટકારવાનો તખ્તો તૈયાર કરાયો : બાકીદારોમાં ફફડાટ

શેર કરવા અહીં ક્લિક કરો.

600 જેટલા રહીશોનો વેરો હજુ બાકી, 10 કર્મચારીઓની ટીમ તૈયાર કરવામાં આવી

પાલનપુર શહેરમાં વેરો ન ભરનારાઓ ની મિલકત નગર પાલિકા દ્વારા સીલ કરવામાં આવશે. નગરપાલિકા દ્વારા વેરો ન ભરનારા 100 જેટલા લોકોને નોટિસ ફટકારવા માટે તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે. આ કામગીરી માટે 10 જેટલા કર્મચારીઓની ટીમ પણ તૈયાર કરવામાં આવી છે.

આ પણ વાંચો – મહેસાણામાં પાણીના મામલે મહિલાઓએ પાલિકા ગજવી ત્યારે પ્રમુખે કહ્યું વેરો ભરો પછી ફરિયાદ કરો

બનાસકાંઠા જિલ્લાના મુખ્યાલય પાલનપુર શહેરમાં નગરપાલિકા વિસ્તારમાં 600 જેટલા રહીશોનો વેરો બાકી છે. નગરપાલિકા દ્વારા અવારનવાર વેરાની ઉઘરાણી કરવા છતાં, આ બાકીદારો દ્વારા વેરો ન ભરવામાં આવતાં હવે નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી માટેની તૈયારી આદરવામાં આવી છે. જેમાં પાલનપુર નગરપાલિકા દ્વારા વેરો ન ભરનારા 100 જેટલા લોકોને નોટિસ ફટકારવાનો તખ્તો તૈયાર કરાયો છે. આ કામગીરી માટે 10 જેટલા કર્મચારીઓની ટીમની પણ નિમણુંક કરવામાં આવી છે. આગામી સમયમાં આ બાકીદારોની મિલ્કત જપ્તી સહિત પણ કાર્યવાહી થઈ શકે તેમ હોઈ આ કાર્યવાહીને પગલે વેરા બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.