માલણમાં બાઈકની ટક્કરે બાળક ઘવાયો

પાલનપુર તાલુકાના માલણ ગામે એક બાઈક ચાલકે પાંચ વર્ષીય બાળકને ટક્કર મારી ઈજાઓ કરતા આ બાબતે પોલીસને જાણ કરાતા પોલીસ દોડી આવી હતી અને બનાવ અંગે માલણ ગામના ઈસમ સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવા પામી છે. બનાવની વિગત એવી છે કે માલણ ગામે રહેતા ભરતભાઈ કાન્તીભાઈ પટણીના પાંચ વર્ષીય પુત્ર ભાવેશને ગામના જ જીસાદખાન ચાવડા નામના ઈસમે બાઈકથી ટક્કર મારતા બાળકને ડાબે પગે ફેક્ચર થતા તથા શરીરે ઈજાઓ થતા તેમજ બાઈક ચાલક બાઈક લઈ ભાગી છૂટ્યો હોવાની ફરીયાદ ભરતભાઈ કાન્તીભાઈ પટણીએ પાલનપુર તાલુકા પોલીસ મથકે નોંધાવતા પોલીસે ફરીયાદ આધારે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

ચડોતરમાં માર મારી ધમકી આપ્યાની ફરીયાદ

પાલનપુર તાલુકાના ચડોતર ગામે રહેતા રોહિતકુમાર સોમાભાઈ ચૌધરીએ પાલનપુર તાલુકા પોલીસ મથકે વિપુલભાઈ ભલાભાઈ ઉપલાણા (રહે.ચંડીસર), અશોકભાઈ જીવરામભાઈ જુડાલ, શૈલેષભાઈ દલજીભાઈ ખોડલા, અમરતભાઈ દલજીભાઈ ખોડલા (રહે.ખોડલા) સામે ફરીયાદ નોંધાવી છે તેમાં જણાવ્યુ છે કે ફરીયાદી રોહિતભાઈ ડેરીએ દુધ ભરાવવા જતા તેઓને આ ઈસમોએ અપશબ્દો બોલી ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ પાલનપુર તાલુકા પોલીસ મથકે નોંધાવા પામી છે.

રણાવાસમાં દૂધ ભરાવા મુદ્દે માર માર્યો

પાલનપુર તાલુકાના રણાવાસ ગામે નાથાભાઈ ઉજાભાઈ ચૌધરીને દૂધ ભરાવવા બાબતે તેમના ગામના લેબાજી કેશાજી ઠાકોર, કેશાજી રૂડાજી ઠાકોર, રમેશભાઈ જેસુંગભાઈ મુજીએ બોલાચાલી કરી અપશબ્દો બોલી તેમજ  ગડદાપાટુનો માર મારી છરી લઈ મારવા આવી જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કર્યો હોવાની ફરીયાદ અમીરગઢ પોલીસ મથકે નોંધાવા પામી છે.

છાપીમાં સાબુની કંપનીની કોપી કરવા મામલે ફરીયાદ

બનાસકાંઠા જિલ્લાના છાપી પંથકમાં ડુપ્લીકેટ ચીઝોનું ધૂમ વેચાણ થઈ રહ્યુ હોવાની વ્યાપક ફરીયાદો ઉઠી રહી છે તેમાં સાબુની કંપનીની કોપી કરી વેચાણ કરવા મામલે ફરીયાદ નોંધાવા પામી છે. બનવની વિગત એવી છે કે સારસ કંપની નામની સાબુની કંપનીના અમદાવાદના કર્મચારી વિશાલસિંહ હીરાસિંહ જાડેજાએ વડગામ તાલુકાના મજાદર ગામના સાદીકઅલી સુલેમાન મહેતા સામે ફરીયાદ નોંધાવી છે તેમાં સારસ કંપનીના સાબુ જેવું જ ભળતુ આર્ટીકલ વર્ક વાળુ રેપર સીફત નામના સાબુનુ બનાવી તેમની કંપનીની પ્રોડક્ટની ગેરકાયદેસર રીતે કોપી કરી હોવાની ફરીયાદ છાપી પોલીસ મથકે નોંધાવા પામી છે.

દાંતા પાસેથી નશામાં બે વાહન ચાલક ઝડપાયા

દાંતા તાલુકાના રાવણ ટેકરી ચેકપોસ્ટ ઉપર પોલીસના ચેકીંગ દરમ્યાન ઘેમરજી દેવાજી ઠાકોર (રહે.ઘોડીયાલ,તા.વડગામ) તથા બાબુજી રણછોડજી ઠાકોર (રહે.ઘોડીયાલ,તા.વડગામ) વાળાને દારૂ પી નશાયુક્ત હાલતમાં વાહન ચલાવતા ઝડપી લઈ તેમની સામે દાંતા પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અમીરગઢના ડુંગરપુરામાં કિશોરનું અપહરણ

બનાસકાંઠા જિલ્લામાં હમણા અપહરણના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. તેમાં અમીરગઢના ડુંગરપુરામાં ૧૪ વર્ષીય કિશોરના અપહરણનો મામલો સામે આવ્યો છે. તેમાં અમીરગઢના ડુંગરપુરા ગામની સીમમાં રહેતા રમેશભાઈ મગનભાઈ માજીરાણાના પુત્ર વિપુલ ઉ.વ.૧૪ નો તા.ર૬ જુલાઈના રોજ ઘરેથી બરણીમાં દુધ લઈ ડેરીમાં દુધ ભરાવવા જવા નીકળ્યો હતો. દરમ્યાન તેનું કોઈ અજાણ્યા ઈસમોએ અપહરણ કરી પલાયન થઈ જતા આ બાબતે  અમીરગઢ પોલીસ મથકે કિશોરના પિતા રમેશભાઈ માજીરાણાએ નોંધાવેલી ફરીયાદ આધારે પોલીસે ગુનો નોંધી તેની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

માનપુરીયામાં મહિલાને ત્રાસ આપ્યાની ફરીયાદ

અમીરગઢ તાલુકાના માનપુરીયા ગામે રહેતા કંચનબેન શ્રવણભાઈ ઠાકોરે તેના પતિ શ્રવણભાઈ મફાભાઈ જમણેશા તથા સાસરીપક્ષના મફાભાઈ ભેમાભાઈ જમણેશા, વાદળીબેન મફાભાઈ જમણેશા, ગીતાબેન મફાભાઈ જમણેશા, જાશનાબેન મફાભાઈ જમણેશા સામે અમીરગઢ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે તેણીને આ ઈસમોએ કહેલ કે તને ઘરમાં રસોઈકામ તથા ઘરનું કોઈ કામ આવડતુ નથી તેમ કહી શારીરીક તથા માનસિક ત્રાસ આપી ગીતાબેન તથા જાશનાબેને ગડદાપાટુનો માર માર્યાની ફરીયાદ નોંધાવા પામી છે.

સુઈગામના ઉચોસણમાં માર મારી બાઈકની લૂંટ ચલાવી

બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના ઉચોસણ ગામે હરેતા ધનજીભાઈ ગંગારામભાઈ બ્રાહ્મણે સુઈગામ પોલીસ મથકે સુઈગામના જારાવરગઢ ગામના રમેશભાઈ હેમરાજભાઈ પટેલ અને વિરદાસભાઈ હેમાભાઈ માળી વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી છે. તેમાં જણાવ્યુ છે કે આ ઈસમોએ ફરીયાદી પોતાનું મોટર સાયકલ લઈ આવતા હતા ત્યારે હાઈવે પર મોટર સાયકલ ઉભુ રખાવી રહેલ કે તારો વાડો આપી દે તેમ કહેતા ધનજીભાઈએ વાડો આપવાની ના પાડતા રમેશભાઈએ બાઈક પરથી લોખંડની પાઈપ લઈ આવી મોઢા પર મારી અને ઈજા કરી દાંત પાડી દીધેલ અને ધમકીઓ આપી ગંભીર ઈજાઓ પહોંચાડી તેમજ મોટર સાયકલ પણ લૂંટી લઈ ભાગી ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે તેમની ફરીયાદ આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ભેસાણામાં નાનેરાઓના ઝઘડામાં મોટેરા બાખડ્યાંં

દિયોદર તાલુકાના ભેસાણા ગામે રહેતા દિનેશભાઈ રાયચંદભાઈ ઠાકોરે તેમના ગામના ઠાકોર સુરસંગજી ભુદરજી, પાલાજી ભુદરજી, ગોવિંદજી ભુદરજી ઠાકોર સામે દિયોદર પોલીસ મથકે નોંધાવી છે. જેમાં જણાવ્યુ છે કે આ ઈસમો તથા ફરીયાદી દિનેશભાઈ રાયચંદભાઈ ઠાકોરના છોકરા ઝઘડેલા હોઈ તે બાબતે તેઓએ ઠપકો આપેલ હોઈ તેની અદાવત રાખી બોલાચાલી કરી અપશબ્દો બોલી ગડદાપાટુનો માર મારી સુરસંગજીએ જમણી આંખના ખૂણા ઉપર ઈંટનો છુટો ટુકડો મારી ઈજા કરી જિલ્લા મેજીસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કર્યાની ફરીયાદ નોંધાવી છે.

Contribute Your Support by Sharing this News: