મહેસાણા સહીત ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે આજ સવારે 6 થી 9 ની વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરના ભમ્મરીયા નાળા સહીત અન્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.  વરસાદના કારણે ખરીફ પાકોના ખેતરોમાં પાણી ભરાયા છે. ઉત્તર ગુજરાત ના પાટણ, અને બનાસકાંઠાના વિસ્તારોમાં પણ સવારે ગાજવિજ સાથે વરસાદ વરસ્યો હતો. જેથી નદી તળાવો અને ડેમોમાં પાણીની આવક સારી એવી થઈ રહી છે.

 આ પણ વાંચો:બનાસ ડેરી: દાણમાં બોરીદીઠ રૂપિયા ૧૦૦નો ઘટાડો કરવાની જાહેરાત કરતા ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી

19/08/2020 ની હવામાન વિભાગની આગાહી મુજબ 21/08/2020 ના રોજ ભારેથી અતી ભારે વરસાદની આગાહી સાચી પડી હતી. જે દરમ્યાન મહેસાણા જીલ્લા સુખપુરાડા ગામમાં વિજળી પડતા સ્કુલની છતના તુટી જવા પામેલ હતી, લોકડાઉનના કારણે બાળકોને સ્કુલમાં રજાઓ હોવાથી સદનસીબે કોઈની જાનહાની નથી થઈ.

 આ પણ વાંચો:સ્પોર્ટસ : પાટણની નીરમા ઠાકોર 34 માં ઈન્ટરનેશનલ મેરેથોનમાં પ્રથમ નંબરે આવતા કોગ્રેંસ દ્વારા પુરસ્કૃત કરવામાં આવી

કડીમાં માત્ર એક કલાકમાં વરસાદે જોરદાર બેટીંગ કરતા 2 ઈંચ વરસાદ પડ્યો હતો જેથી શહેરના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.પાટણ શહેરમાં પણ 3 ઈંચ જેટલો વરસાદ ખાબકતા બજારના સાંકડા ભાગોમાં પાણી ભરાઈ ગયુ હતુ. સુત્રોના જણાવ્યા અનુસાર ભારે વરસાદ પડવાથી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વાહનો તણાઈ જતા જોવા મળ્યા હતા.

Contribute Your Support by Sharing this News: