હવે દુર નહી જવુ પડે, વિસનગરની નુતન હોસ્પીટલને મળી કોવીડ ટેસ્ટની મંજુરી

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત,વિસનગર

ઉત્તર ગુજરાતમા માત્ર ચાર જ કોરોના વાઈરસની ટેસ્ટ કરતા સરકારી હોસ્પીટલ છે. જેથી અહિ લોકોને કોરોના ટેસ્ટ કરાવવા બીજા જીલ્લામાં જવુ પડતુ હોય છે અથવા પ્રાઈવેટ હોસ્પીટલમાં જઈ મોંઘી ફી ભરી ટેસ્ટ કરાવવો પડતો હોય છે. જેથી મહેસાણા જીલ્લના  વિસનગર નૂતન જનરલ હોસ્પિટલ ખાતે કોરોના ટેસ્ટ શરૂ કરવાની પરવાનગી રાજ્ય સરકાર દ્વારા આપી દેવામાં આવી છે. અગાઉ મહેસાણામાં વડનગરમાં વસંત પ્રભા હોસ્પીટલમાં કોરોના વાઈરસનુ ટેસ્ટીંગ થતુ હતુ.

પરંતુ વિસનગરમાં કોરોના ટેસ્ટીંગ લેબ ન હોવાના કારણે અહી લોકોની માંગ રહી હતી કે વિસનગર પણ એક મહત્વનુ સેન્ટર હોવાથી કોરોના લેબ હોવી જોઈયે. આ માંગને રાજ્ય સરકારે ધ્યાને લઈ વિસનગરમાં પણ કોરોના ટેસ્ટ લેબ બને એવી મંજુરી આપી દેવામાં આવી છે. વિસનગરની નૂતન હોસ્પિટલમાં હવે કોરોના વાઈરસનુ ટેસ્ટીંગ થશે એની લીલી ઝંડી મળી ગઈ હોવાથી અહિના આસપાસના વિસ્તારના લોકોને કોરોના ટેસ્ટ કરાવવા હવે દુર દુર સુધી જવુ નહી પડે. 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.