નીતિન પટેલ સારી રીતે જાણે છે કે ભવિષ્યની ઈમારત મજબૂત બનાવવી હશે તો સ્થાનિક સ્તરનો પાયો મજબૂત જોઈશે
ગરવી તાકાત, મહેસાણા તા. 27- નીતિન પટેલ ગુજરાતના એ પાટીદાર નેતા જેઓ ત્રણ વખત મુખ્ય મંત્રી બનતાં રહી ગયાં છે. 1977માં કડી નગપાલિકામાં 15 વર્ષના સ્યપદ અને 1990માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા પછી છેક ગુજરાતના ડેપ્યૂટી ચીફ મીનિસ્ટર બનેલા નીતિન પટેલને હવે સ્થાનિક રાજકારણમાં ફરી સક્રિય થયા છે. નીતિન પટેલ પાયાના રાજકારણના ખેલાડી છે. કડીમાં એમનો આજે પણ દબદબો છે. નીતિન પટેલ સારી રીતે જાણે છે કે ભવિષ્યની ઈમારત મજબૂત બનાવવી હશે તો સ્થાનિક સ્તરનો પાયો મજબૂત જોઈશે.
એટલે એ ફરી એક વખત સ્થાનિક રાજકારણમાં ઉભા રહીને બિનહરિફ થયા છે. કડીની એપીએમસીની ચૂંટણીમાં નીતિન પટેલનો પહેલેથી જ દબદબો રહ્યો છે. કડી નગરપાલિકા હોય કે ધારાસભા નીતિન પટેલ અહીં સતત ચૂંટાતા આવ્યા છે. કડી વિધાનસભાની બેઠકમાં ફેરફારો બાદ મહેસાણાથી ચૂંટણી લડીને 2 વાર જીતનાર નીતિન પટેલ હાલમાં ગુજરાત ભાજપના કદાવર નેતા છે.
હાઈકમાન્ડે તેમને સાઈડલાઈન કરવાને બદલે ફરી રાજસ્થાન ચૂંટણીની જવાબદારી સોંપી એમનું કદ વધાર્યું છે. રાજસ્થાનમાં ભાજપ ફરી આવે છે ના સંકેતો વચ્ચે નીતિન પટેલનું ફરી ભાજપમાં કદ વધી જશે. નીતિન પટેલને ભાજપ લોકસભામાં, રાજ્યસભામાં કે કોઈ રાજ્યના રાજ્યપાલ બનાવે તેવી ચર્ચાઓ વચ્ચે નીતિન પટેલે એકાએક સ્થાનિક કડીમાં APMCની ચૂંટણીમાં ઝંપલાવતાં લોકોને પણ નવાઈ લાગે છે.