મહેસાણા જિલ્લાના જિલ્લા કક્ષા સ્પોર્ટસ સંકૂલ કડી ખાતે રૂ.5 કરોડ 70 લાખના ખર્ચે નિર્માણ થનાર મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલનું ખાતમુર્હુત નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલના હસ્તે થનાર છે. 22 ઓક્ટોબરને ગુરૂવારે ના રોજ સવારે 10.30 કલાકે પી.એમ.જી. ઠાકર આદર્શ હાઇસ્કુલ કડી ખાતે કાર્યક્રમ યોજાનાર છે.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્ય કક્ષાના રમત ગમત મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે સંસદ સભ્ય શારદાબેન પટેલ,જુગલજી ઠાકોર,ધારાસભ્ય ઋષિકેશ પટેલ,રમણભાઇ પટેલ,કરશનભાઇ સોલંકી, ડો.આશાબેન પટેલ,અજમલજી ઠાકોર,આદર્શ હાઇસ્કુલ કડીના મંત્રી બંસીભાઇ ખમાર ઉપસ્થિત રેહશે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના સચિવ એન.એન.પટેલ અને અધિક મુખ્ય સચિવ રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ સી.વી.સોમ ને પણ આમંત્રણ પાઠવેલ છે.