આજે (20 ફેબ્રુઆરી) દેશમાં સતત વધી રહેલા પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે એક મોટું નિવેદન આપ્યું છે. પેટ્રોલ અને ડીઝલનાં ભાવ અંગે બોલતા નિર્મલા સીતારામણે આને ગંભીર અને સૌથી જરૂરી મુદ્દો ગણાવ્યો છે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે કહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારોએ આ અંગે ચર્ચા કરવી જોઈએ જેથી ગ્રાહકોને યોગ્ય સ્તરે છૂટક બળતણ મળી રહે. નોંધપાત્ર વાત એ છે કે ઘણા શહેરોમાં ઈંધણનાં ભાવ 100 આંકને પાર કરી ગયા છે, જેના કારણે કેન્દ્ર સરકારને ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણનું પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો અંગે મોટું નિવેદન બહાર આવી રહ્યું છે. તેમણે કહ્યું, “આ સૌથી જરૂરી મુદ્દો છે અને કિંમતોમાં ઘટાડા સિવાય કોઈ જવાબ લોકોને સંતોષ આપી શકશે નહીં. કેન્દ્ર અને રાજ્ય બંનેએ ગ્રાહકો માટે રિટેલ ઇંધણનાં ભાવને વ્યાજબી સ્તરે લાવવા વાત કરવી જોઈએ.” ચેન્નાઇમાં નાણાં પ્રધાને કહ્યું કે, OPEC દેશોએ જે ઉત્પાદન અંદાજ લગાવ્યો હતો તે પણ નીચે આવે તેવી સંભાવના છે જે ફરીથી ચિંતા ઉભી કરી રહ્યુ છે. તેલનાં ભાવ પર સરકારનું નિયંત્રણ નથી. તેને ટેકનોલોજીની દ્રષ્ટિએ મુક્ત કરવામાં આવેલ છે તેલ કંપનીઓ ક્રૂડ તેલની આયાત કરે છે, રિફાઇન કરે છે અને વેચાણ કરે છે.

જણાવી દઈએ કે, આજે પણ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં કોઈ રાહત નથી. આજે ઓઇલનાં ભાવમાં સતત 12 માં દિવસે વધારો થયો છે. શનિવારે દિલ્હીમાં પેટ્રોલ 39 પૈસા પ્રતિ લિટર ચઢીને 90.58 રૂપિયા પર પહોંચી ગયો છે. ડીઝલ પણ 37 પૈસા વધીને 80.97 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે. રાજસ્થાનનાં શ્રીગંગાનગરમાં પેટ્રોલ 101.22 પર નોટઆઉટ છે જ્યારે મધ્યપ્રદેશનાં ભોપાલમાં પ્રથમ સદીથી માત્ર 40 પૈસા દૂર છે. જો કે અનૂપપુર જિલ્લામાં સામાન્ય પેટ્રોલની કિંમત પહેલાથી જ 100 રૂપિયાને પાર કરી ગઈ છે. આજે અહીં 100.98 લિટર વેચાઇ રહ્યુ છે.

Contribute Your Support by Sharing this News: