નીરમા લીમીટેડે વડનગરની કોવીડ હોસ્પીટલને બે HFNOTU અને બે અન્ય મશીન ભેટ કર્યા

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત,મહેસાણા

મહેસાણા જિલ્લામાં  કોવિડ વાયરસ સંક્રમણ અટકાયતી પગલાંના ભાગ રૂપે કામગીરી થઇ રહી છે. મહેસાણા જિલ્લા કલેકટર  એચ.કે.પટેલની અપીલને પગલે જિલ્લાની  સામાજિક,ધાર્મિક અને ઔધોગિક સંસ્થાઓ સામે આવી છે.

મહેસાણા જિલ્લા કલેકટર એચ.કે.પટેલની અપીલને પગલે કંપનીઓ દ્વારા પણ સામાજિક જવાબદારી નીભાવવા આગળ આવી છે.ઔધોગિક એકમો દ્વારા પ્રતિભાવ મળતાં નીરમા લિમીટેડ દ્વારા 2 High Flow Nasal Oxygen Therapy Unit,  2 મશીન  વડનગરની જી.એમ.ઇ.આર.એસ ડેડીકેડેટ કોવિડ હોસ્પિટલને આપેલ છે. જે બે મશીન કોવિડના દર્દીઓ માટે આશિર્વાદ રૂપ બનશે. જિલ્લામાં ઔધોગિક એકમોના માનવતાવાદી સેવાઓ બદલ હોસ્પિટલ સ્ટાફ તેમજ વહીવટીતંત્ર દ્વારા આભાર મનાયો હતો. 

અત્રે ઉલ્લેખનીય છેકે માર્ચ-2020 થી વડનગર જી.એમ.ઇ.આર.એસ હોસ્પિટલને ડેડીકેડ કોવિડ હોસ્પિટલ તરીકે કાર્યરત છે.150 બેડની સુવિધા ઓક્સિજન લાઇન સાથે છેલ્લા પાંચ માસથી સતત દર્દીઓની અવિરત પણે સારવાર કરી રહી છે.આ ઉપરાંત જિલ્લામાં સાંઇ ક્રિષ્ણા હોસ્પિટલ અને નુતન હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર થઇ રહી છે.

 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.