અરવલ્લી ની ગીરીમાળાઓ માં સીમ વિસ્તારમાંથી અજગર નીકળવાનો સિલસિલો યથાવત

ગરવીતાકાત,અરવલ્લી: અરવલ્લી જિલ્લાની ગિરિમાળાઓમાં સીમ વિસ્તારમાંથી અજગરો નીકળવાનો સિલસિલો યથાવત રહેતા ખેડૂતો પશુપાલકો શ્રમજીવીઓ અને પ્રજાજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના અંતરિયાળ વિસ્તાર પાસે આવેલા ટાકાટુકા ગામના સીમ વિસ્તારમાંથી 9 ફૂટ લાંબો અજગર વન વિભાગના બાહોશ અધિકારીઓ દ્વારા ઝડપાયો હતો અજગરને સલામત રીતે ઝડપીને નિર્જન જંગલ વિસ્તારમાં છોડી દેવાયો હતો ખેડૂતો પશુપાલકો શ્રમજીવીઓ અને પ્રજાજનોએ હાશકારો અનુભવ્યો હતો.

શ્રાવણ માસ દરમિયાન નહિવત ઝરમરીયા વરસાદના કારણે અસહ્ય બાફ અને ઉકળાટ ભર્યા ગરમીના માહોલ વચ્ચે અબાલ-વૃદ્ધ પશુ-પંખીઓ સરીસૃપ પ્રાણીઓ વન્યજીવો હેરાન પરેશાન થઈ રહ્યા છે જમીનની અંદર દર (બખોલ) બનાવી વસવાટ કરતાં જીવ જંતુ ઓ અને વન્ય જીવો અસહ્ય બાફ અને ઉકળાટ ભર્યા માહોલ વચ્ચે સીમ વિસ્તારમાં ફરતા હોવાના કારણે પ્રજાજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે.

ટાકાટુકા ગામના ખેડૂત રઘુવીરસિંહ રાઠોડના ખેતરમાંથી 9 ફૂટ લાંબો અજગર જોવા મળ્યો હોવાની વાત વાયુવેગે પ્રસરતા અજગરની જોવા માટે પ્રજાજનોના તોડે ટોળા એકત્રિત થઈ ગયા હતા ભિલોડા વન વિભાગની કચેરીમાં જાણ કરતાં આર.એફ.ઓ પ્રિયાંક ભાઈ પટેલની રાહબરી હેઠળ વનવિભાગના બાહોશ અધિકારીઓ એ રાજદીપ સોલંકી વન રક્ષક રોજમદાર સોમાભાઈ તરાર સાજાજી ડામોર રમેશભાઈ ભગોરા એ 9 ફૂટ લાંબો અજગર ને સીમ વિસ્તારમાંથી પકડીને કંતાનના કોથળામાં ભરીને સુરક્ષિત રીતે નિર્જન જંગલ વિસ્તારમાં છોડી દેવાયો હતો.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી