8 માં ધોરણમાં ભણતા 560 જેટલા બાળકોને સ્કૂલ કીટ આપવામાં આવી
શાળાના આચાર્યએ નિજાનંદ ગ્રુપ પ્રકૃતિ મંડળ દ્વારાનો આભાર માન્યો
ગરવી તાકાત, મહેસાણા તા. 27- નિજાનંદ ગ્રુપ પ્રકૃતિ મંડળ પરિવાર મહેસાણા દ્વારા શાળાઓમાં અનાથ બાળકોને શૈક્ષણિક કીટ અને કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. અનાથ બાળકોને કીટ આપવામાં આવતાં તેમના મુખ પર આનંદનો ભાવ જોવા મળ્યોં હતો. નિજાનંદ ગ્રપુ પ્રકૃતિ મંડળ પરિવાર દ્વારા અનાથ બાળકોના ભાવિ ઉજ્જવળે બને તેવા આ પ્રયાસો ખરેખર સરાહનીય પાત્ર છે. અનેક આવી નામી અનામી સંસ્થાઓ આ પ્રકારને ગરીબ બાળકોને મદદરુપ થવા માટેની માનવસેવાની ભાવના સાથે કામ કરે છે. જેમાં નિજાનંદ ગ્રુપ પણ મહત્વનું યોગદાન આપી રહી છે.
નિજાનંદ ગ્રુપ દર વર્ષે આજુબાજુના વિસ્તારમાં સેવાકીય અને પ્રકૃતિને લાભદાયી કામ જેમકે મફત માં માળા વિતરણ , પાણી માટે કુંડાનું વિતરણ તેમજ વનીકરણ માટે વૃક્ષોનું વિતરણ કરે છે. નિજાનંદ ગ્રુપ પ્રકૃતિ મંડળ પરિવાર મહેસાણા તથા વિરજલા સેવા સમિતિ પાટણ દ્વારા બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ માંકડી ગામ તથા આજુબાજુના વિસ્તારની આઠ શાળામાં સ્કૂલ બેગ અને સ્ટેશનરી તથા રમતગમતના સાધનોનું અને 300 થી વધારે જીન્સ પેન્ટનું વિતરણ દાતાના સહયોગથી કરવામાં આવ્યું હતું.
નિજાનંદ ગ્રુપ પ્રકૃતિ મંડળ પરિવારના કૌશિકભાઈ રાવલ (રાજા મહાકાલ) સુધીરભાઈ ઠક્કર મુકેશભાઈ પટેલ તથા વિરલ સોની હજાર રહ્યા હતા. તેઓએ બાળકોમાં કપડાં તેમજ સ્કૂલ બેગ અને સ્ટેશનરીનું વિતરણ કર્યું હતું. 9, 10 અને 11 માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને સ્કૂલ કીટનું વિતરણ કર્યું હતું.
8 માં ધોરણમાં ભણતા 560 જેટલા બાળકોને કપડા અને કીટનું વિતરણ કર્યું હતું.આ કાર્યક્રમને લઈ શાળાના આચાર્યએ નિજાનંદ ગ્રુપ પ્રકૃતિ મંડળ પરિવાર મહેસાણાનો આભાર માન્યો હતો.