અમરેલીના આબલિયાળામાં સાવજોની દશા માઠી ચાલી રહી હોય તેમ લાગી રહ્યું છે. એક પછી એક સાવજોના મોતની ઘટના સામે આવી રહી છે. હાલ આબલિયાળા એક છ માસના સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો. વન વિભાગ દ્વારા પહેલા જાણવામાં આવ્યું હતું કે સિંહબાળનું કુદરતી રીતે મોત થયું છે. જ્યાં વેટરનરી ડોક્ટર હિતેષ વામજા દ્વારા પોસ્ટ મોર્ટમ કરાયું હતું.જોકે સિંહબાળના નહોરવાળો એક પંજો મિસિંગ થતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.ઘટનાને 48 કલાક બાદ પણ સિંહબાળનો પંજો મળ્યો નથી.વનવિભાગ અનુસાર સિંહબાળનું મોત ઈનફાઈટમાં થયું હોવાનું સામે આવ્યું છે.. જણાવીએ કે ગત વર્ષે દલખાણીયા રેન્જમાં કેનાઇન ડીસ્ટેમ્પર વાયરસે હાહાકાર મચાવ્યો હતો.જંગલખાતાની ઘોર બેદરકારીના કારણે સાવજોની બિમારીને પારખીને સારવારમાં વિલંબ થતા ટપોટપ 23 સાવજો મોતને ભેટ્યા હતાં એક સાથે બિમારીના કારણે 23 સાવજોના મોત થયા હતા. ત્યારબાદ દલખાણીયા રેન્જમાં રહેલા તમામ સાવજોને પકડી લઇ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. છ માસના સિંહબાળનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ. આ અંગેની જાણ થતાની સાથે જ તુલશીશ્યામ રેન્જનો તમામ વનવિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. વન કર્મચારીઓના ફેરણા દરમિયાન સિંહબાળનો મૃતદેહ પડ્યો હોવાની જાણ થતા રેન્જનો સ્ટાફ અહીં દોડી ગયો હતો અને કોહવાયેલી હાલતમાં મૃતદેહને કબ્જે લઇ પોસ્ટ મોર્ટમ માટે ધારીના કેસરી સદન ખાતે ખસેડાયો હતો.

Contribute Your Support by Sharing this News: