સમગ્ર ઉત્તર ગુજરાત પંથકમાં વસતા દરેક વર્ગના લોકો લઇ શકે તે હેતુસર નૂતન જનરલ હોસ્પિટલ દ્વારા બે અત્યાધુનિક મશીનો વસાવ્યાં
સામાન્ય વર્ગના નાગરીકો અને દર્દીઓ નાણાકીય ભીડમાંથી મહદ અંશે મુક્તિ અનુભવશે
ગરવી તાકાત, વિસનગર તા. 31 – વિસનગર તાલુકા, મહેસાણા જિલ્લાની આસપાસનાં તેમજ સમગ્ર ઉત્તર ગુજરાત પંથકમાં વસતા દરેક વર્ગના લોકો લઇ શકે તે હેતુસર નૂતન જનરલ હોસ્પિટલ દ્વારા બે અત્યાધુનિક મશીનો વસાવવામાં આવ્યા. અગાઉ રક્ત એકમોમાં એઈડ્સ, હેપેટાઈટીસ બી, હેપેટાઈટીસ સી અને સિફિલિસ રોગોને શોધવા તેમજ ગર્ભની ખોડખાંપણનું વહેલુ અને ચોક્કસ નિદાન (આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ AI), મંદબુદ્ધિ અને રંગસૂત્ર ખામીના બાળકનું ગર્ભમાં જ નિદાન, જન્મજાત હૃદયની ખોડનું વહેલુ નિદાન, લેટેસ્ટ સોફ્ટવેર દ્વારા બાળકના વિકાસનું નિરીક્ષણ, દરેક ઈન્વેસ્ટીગેશન કરાવવા દર્દીઓએ વિસનગરની બહાર અમદાવાદ મુકામે જવું પડતું હતું જેથી દર્દીઓએ નિદાન કરાવવાનાં ખર્ચ ની સાથે-સાથે મુસાફરી ખર્ચ પણ ભોગવવો પડતો હતો જે એક સામાન્ય વર્ગના માનવી માટે અસહ્ય થઇ પડતો હતો. હવે જ્યારે આ સુવિધાઓ નૂતન જનરલ હોસ્પિટલ બ્લડ બેંક (નૂતન મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર સાથેસંલગ્ન) દ્વારા ખાનગી ઉપક્રમો દ્વારા લેવાતા ચાર્જીસ કરતા ૫૦% જેટલા ઓછા/રાહત દરે પૂરી પાડવામાં આવશે. જેથી સામાન્ય વર્ગના નાગરીકો અને દર્દીઓ નાણાકીય ભીડમાંથી મહદ અંશે મુક્તિ અનુભવશે અને સાથે-સાથે દર્દી તેમજ તેઓના સગા-વ્હાલાઓનો દોડ-ધામમાં બગડતો સમય અને નાણા બંનેની બચત થવાની સાથે રોગનું નિદાન પણ ઝડપથી થઇ શકશે અને તે સંબધિત સારવાર સમયસર આપી શકાશે.
“કોબાસ ઇ 411 ઇલેક્ટ્રોકેમિલ્યુમિનેસેન્ટ ફુલ્લી ઓટોમેટિક ઇમ્યુનો વિશ્લેષક મશીન” એક અત્યાધુનિક મશીન છે. જેના દ્વારા ડો. જૈમિન ભટ્ટ તથા તેમની ટીમ દ્વારા આ મશીનનો ઉપયોગ કરી દર્દીઓને લોહી આપતા પહેલા રક્ત એકમોમાં એઈડ્સ, હેપેટાઈટીસ બી, હેપેટાઈટીસ સી અને સિફિલિસ રોગોને શોધી કાઢશે અને તેના વિશ્લેષણ ના આધારે દર્દીની સારવાર અંગેના યોગ્ય તે સલાહ સૂચન આપશે. આ સાધન ઇલેક્ટ્રોકેમી લ્યુમિનેસેન્ટ (ECL) ટેક્નોલોજીના સિદ્ધાંત પર કામ કરે છે. ગુજરાતના બહુ ઓછા બ્લડ બેંકર્સ આ પ્રકારની ખૂબ જ અનોખી અને અત્યંત સંવેદનશીલ શોધ પ્રક્રિયાનો ઉપયોગ કરી રહ્યા છે અને તે વિશાળ શ્રેણી સાથે ઉચ્ચ વિશ્લેષણ સંવેદનશીલતાથી કરે છે. આ સાધન ઇલેક્ટ્રિક સ્ટીમ્યુલેશન-કેમિકલ રિએક્શન અને લાઇટ પ્રોડક્શનના સિદ્ધાંત પર કામ કરે છે. અને આ મશીનના ફાયદા નીચે મુજબ છે:
- તેનુંઅતિસંવેદનશીલ જૈવિક અણુઓની સૌથી નાની માત્રાને શોધવામાં સક્ષમ છે.
- વધુ સારી ચોકસાઈ
- એક જ સમયે ઘણા નમૂનાઓનું ઝડપી પરીક્ષણ
- ઓછી ઓપરેશનલ અવલંબન
- માનવીય ભૂલ અને માનવ હસ્તક્ષેપને ઓછો કરવો
- મલ્ટિએનાલિટ રીએજન્ટના ઉપયોગને કારણે ખર્ચ અસરકારકતા
- કાર્યક્ષમતામાં વધારો
- પરીક્ષણમાં પરિવર્તનશીલતા ઘટાડવી
- કોઈ ખોટા નકારાત્મક અથવા ખોટા હકારાત્મક પરિણામો નહીંઅત્યાધુનિક વર્લ્ડ બેસ્ટ E-10 Voluson હાઈ લેવલ 4D સોનોગ્રાફી મશીન સગર્ભા બહેનોની સોનોગ્રાફી માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. સદર મશીન દ્વારા ગર્ભની ખોડખાંપણનું વહેલુ અને ચોક્કસ નિદાન (આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ AI), મંદબુદ્ધિ અને રંગસૂત્ર ખામીના બાળકનું ગર્ભમાં જ નિદાન, જન્મજાત હૃદયની ખોડનું વહેલુ નિદાન, લેટેસ્ટ સોફ્ટવેર દ્વારા બાળકના વિકાસનું નિરીક્ષણ, દરેક ઈન્વેસ્ટીગેશન અને સારવાર, 4D થી માતા-પિતાનું બાળક સાથેનું ભાવનાત્મક બંધન, અનુભવી નિષ્ણાત ડો. ગુરુદેવ ઠક્કર તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવનાર ચોક્કસ નિદાન-સલાહ માતા અને ગર્ભસ્થ શિશુ માટે ખૂબ જ આશીર્વાદરૂપ બની રહેશે.
સગર્ભા બહેનો માટે સિઝેરીયન/ડિલિવરી વિના મુલ્યે કરવામાં આવશે તેમજ CBC, RBS, Urine <RM, SGPT Blood Group, Creatinine HIV & HBsAg (ફક્ત એકવાર પ્રેગન્સી દરમિયાન) આર્યન, કેલ્શિયમ, ફોલિક એસિડ દવા વિગેરે જરૂરી રીપોર્ટ પણ વિનામૂલ્યે કાઢી આપવામાં આવશે. આગામી ટૂંક સમયમાં નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચલિત નૂતન જનરલ હોસ્પિટલ બ્લડ બેંક (નૂતન મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર સાથે સંલગ્ન) દ્વારા વિસનગરતાલુકા, મહેસાણા જિલ્લાની આસપાસનાં તેમજ સમગ્ર ઉત્તર ગુજરાત પંથકના નાગરિકોને હૃદય સંબધી રોગોના ઈલાજ કરાવવામાં પડતી હાલાકી દૂર કરવા માટે સંસ્થા દ્વારા કેથ-લેબ, કેથ-લેબ આઈ.સી.યુ., ઈમરજન્સી આઈ.સી.યુ., અદ્યતન ક્રિટિકલ કેર આઈ.સી.યુ.ની પણ શરૂઆત કરવામાં આવનાર છે.
નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચલિત નૂતન જનરલ હોસ્પિટલ બ્લડ બેંક (નૂતન મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર સાથે સંલગ્ન) માં ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલનું વિસનગર તાલુકા, મહેસાણા જિલ્લાની આસપાસનાં તેમજ સમગ્ર ઉત્તર ગુજરાત પંથકમાં વસતા દરેક વર્ગના લોકો ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા પૂરી પાડવાનું હંમેશને માટે દાયિત્વ રહ્યું છે. તેઓના આ દાયિત્વને પરિપૂર્ણ કરવાના ફળ સ્વરૂપે નૂતન જનરલ હોસ્પિટલ બ્લડ બેંકની સેવાઓના સતત ઉપગ્રેડ કરવાના ભાગરૂપે અને દર્દીઓને સલામત રક્ત ઉપલબ્ધ કરાવવાનાં ઉદ્દેશ્ય સાથે આ ઉચ્ચતમ સાધનો નૂતન જનરલ હોસ્પિટલ બ્લડ બેન્ક દ્વારા વસાવવામાં આવ્યા છે. નૂતન જનરલ હોસ્પિટલ બ્લડ બેંક કોવિડ યુગથી “બ્લડ એફેરેસીસ” સેવાઓ પ્રદાન કરે છે. નૂતન જનરલ હોસ્પિટલ બ્લડ બેંક એ સમગ્ર ઉત્તર ગુજરાતમાં એકમાત્ર એફેરેસીસ સેન્ટર છે અને તેઓ દર્દીઓને આ સેવાઓનો લાભ લેવા અપીલ કરે છે.