ગરવીતાકાત,અરવલ્લી: અરવલ્લી જિલ્લા  કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા આદિજાતિ વિકાસ મંડળ વર્ષ-૨૦૧૯-૨૦ ન્યુ ગુજરાત પેટર્નના આયોજન અંગેની બેઠક વન અને આદિજાતિ વિકાસ રાજયકક્ષાના મંત્રીશ્રી અને અરવલ્લી જિલ્લા  પ્રભારી મંત્રીશ્રી રમણલાલ પાટકરના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી.

બેઠકમાં મંત્રીશ્રીએ વર્ષ ૨૦૧૯-૨૦ના આદિજાતિ વિસ્તારના વિકાસ માટે રૂા. ૯૯૨.૫૩ લાખના કામો મંજૂર કર્યા હતા  ન્યુ ગુજરાત પેટર્ન આયોજનમાં ભિલોડા તાલુકાના ના રૂા.૬૮૯.૫૩ લાખ અને મેઘરજ તાલુકાના રૂા. ૩૦૩.૧૨ લાખના કામો મંજૂર કરાયા હતા જેમાં આદિજાતિ વિસ્તારમાં પાક અને કૃષિ, પાક અને કૃષિ (બગાયત ખેતી )  ભૂમિ અને જળ સંરક્ષણ, પશુપાલન, ડેરી,મત્સ્યોધોગ, વન પર્યાવરણ, સહકાર, ગ્રામ વિકાસ, નાની સિંચાઇ, વિજળી શકિત, ઉધોગો, રસ્તા અને પુલો, શિક્ષણ, તબીબી અને જાહેર આરોગ્ય વગેરે વિકાસના કામો કરવામાં આવશે.

આ તબ્બકે મંત્રીશ્રીએ અગાઉના વર્ષના બાકી કામો સ્ત્વરે પૂર્ણ  કરવા સૂચન કર્યુ હતુ તથા નવા કામો જે પહેલા કરવા જેવા હોય તેની પહેલા આદિજાતિ વિકાસ સમિતિની સમંતિ લઇ આયોજન કરી પૂર્ણ કરવા જણાવ્યુ હતુ.

આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી એમ.નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ર્ડો. હર્ષિત  ગોસાવી, , નાયબ વન સંરક્ષકશ્રી, ભિલોડા-મેઘરજના ધારાસભ્યશ્રી  ર્ડો. અનિલભાઇ જોષીયારા, જિલ્લા ભાજપા પ્રમુખશ્રી રણવીરસિંહ ડાભી, પ્રાયોજના વહિવટદારશ્રી દાવેરા, આદિજાતિ વિકાસ મંડળના સભ્યશ્રીઓ, ભિલોડા અને મેઘરજના તાલુકા પ્રમુખશ્રીઓ જિલ્લાના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી

Contribute Your Support by Sharing this News: