અમદાવાદમાં ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટયો હોય તેમ એક બાદ એક ગેરકાયદેસર બાંધકામ થયાના મામલા સામે આવી રહ્યા છે. નેહરૂનગર વિસ્તારમાં આવેલ પ્રખ્યાત ગીતા સમોસાવાળાનુ બાંધકામ પણ ગેરકાયદેસર હોવાનુ સામે આવ્યુ છે. અગાઉ આ દુકાનદાર વિરૂધ્ધ ગ્રાહક સાથે દાદાગીરી કરવાનો મામલો પણ સામે આવ્યુ હતુ. જેમાં ફુડની ડીસમાં કાંકરીઓ આવતાં ગ્રાહક સાથે ચકમક થઈ હતી. દરમ્યાન તેને કહ્યુ હતુ કે, હુ એન્ડ ડ્રગ ડીપાર્ટમેન્ટમાં નિયમીત હપ્તા આપુ છે જેથી તમે મારૂ કશુ જ નહી બગાડી શકો.
નેહરૂનગરમાં આવેલ ગીતા સમોસાવાળાએ ગ્રાહક સાથે દાદાગીરી કરતાં વિવાદ ગર્માયો હતો. જેથી પ્રખ્યાત સમોસાવાળાની દુકાન ચર્ચામાં આવતાં એ પણ સામે આવ્યુ હતુ કે,તેનુ બાંધકામ પણ ગેરકાયદેસર છે. અમદાવાદમાં હોસ્પિટલ, સોપીંગ સેન્ટર સહીતનુ ગેરકાયદેસર બાંધકામ કરી રહ્યા છે. આ મામલે હાલમાં જ ગુજરાત હાઈકોર્ટે દ્વારા AMC નો ઉધડો લેવામાં આવ્યો હતો ત્યારે ગેરકાયદેસર બાંધકામો ને તાત્કાલિક સીલ કરવામાં આવે અને તાત્કાલિક દંડ વસુલ કરવામાં આવે તેવા હુકમ કરવામાં આવ્યા હતા તેમ છતાં પણ AMC દ્વારા ખાલી દેખાવો કરીને વાહ-વાહી બટોરી હતી. ફરીથી ગેરકાયદેસર બાંધકામોનો મામલો સામે AMC ની કાર્યવાહીઓ ઉપર પ્રશ્નાર્થ ચીન્હો થઈ રહ્યા છે. જેમાં નહેરુનગર ચાર રસ્તા પાસે આવેલ પ્રખ્યાત એવા ગીતા સમોસા સેન્ટરના ઉપરના માળે ગેરકાયદેસર બાંધકામ હોવા છતાં તેની વિરૂધ્ધ હજુ સુધી પણ કોઈ કાર્યવાહી નહી કરાતાં AMC ની પણ મીલીભગત હોય તેવી રાવ ઉઠી છે. તથા આ પ્રકારના ગેરકાયદેસર બાંધકામો ઉભા કરી ગુજરાત હાઈકોર્ટને ચુનોતી આપી રહ્યા હોત તેવું જોવા મળી રહ્યું છે.