ગરવીતાકાત,અરવલ્લી: નહેરુ યુવા કેન્દ્ર માલપુર દ્વારા ફીટ ઇન્ડિયા અભિયાન હેઠળ માલપુર ખાતે ચાર રસ્તા થી લીમડા ચોક, ખાડિયા ચાર રસ્તા સુધી સાઇકલ રેલી નું આયોજન કરવા માં આવ્યું હતું. જેમાં માલપુર ના નવયુવાનો દ્વારા સાયકલ રેલી યોજી ને સમાજને ફીટ ઇન્ડિયા નો સંદેશ આપવા માં આવ્યો..કાર્યકમ ના અંતે યુવાનો દ્વારા હરિઓમ વિધાલય- માલપુર ખાતે વૃક્ષો વાવી તેના જતન માટેના પણ સંકલ્પ લેવા માં આવ્યા હતા,તેમજ બાળકો ને પોતાના ઘર ની આસપાસ પણ વૃક્ષો વાવવા માટે પ્રેરિત કરવા માં આવ્યા હતાં…જે પ્રસંગે હર્ષ પંડ્યા, વિશાલ ગોર, રાજન પ્રણામી, રાજુ રાઠોડ, પરીક્ષિત ગોર, તેમજ હીરાભાઈ ચમાર ઉપસ્થિત રહ્યા હતા.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી