ગરવીતાક્ત,અરવલ્લી: અરવલ્લી જીલ્લા સહીત ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ રીસામણા લીધા છે ત્યારે હવામાન વિભાગે ૨૭ થી ૨૯ જુલાઈ સુધીમાં રાજયમાં છૂટાછવાયા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને હાલમાં દક્ષિણ ગુજરાતના આકાશમાં અરબી સમુદ્રને અડીને આવેલા વિસ્તારમાં એક હવાનું ચક્રવાત સર્જાયું છે. બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ શનિવારે  વિકસિત થવાની શકયતાના પગલે અરવલ્લી, પાટણ, રાજકોટ, સહીત ૫ જીલ્લામાં ભારે થી અતિભારે વરસાદી આગાહી કરી છે
અરવલ્લી જીલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે વહીવટીતંત્ર એક્શન મોડમાં આવી ગયું છે ભારે વરસાદને કારણે થતાં નુકસાનને અટકાવવા માટે અને રેસ્ક્યુ ઓપરેશનમાં કોઈ કચાશ ન રહે તે માટે તંત્ર દ્વારા તમામ અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. એટલું જ નહીં, પણ NDRFની એક ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. વહીવટી તંત્રએ નીચાણવાળા વિસ્તારો માટે વિશેષ તૈયારીઓ હાથધરી જો જરૂર પડશે તો નીચાણવાળાં વિસ્તારોને ખાલી કરી દેવામાં આવશે અને લોકોને સલામત સ્થળે ખસેડવા તંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હોવાનું જણાવી તંત્ર સંપૂર્ણ કુદરતી આફતને પહોંચી વળવા સજ્જ બન્યું હોવાનું જણાવ્યું હતું
હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે સાબિત થશે. આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરતાં અરવલ્લી જીલ્લા વહીવટી  તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. અરવલ્લી જીલ્લામાં તમામ અધિકારીઓની રજા રદ કરી દેવાઈ છે, તો NDRFની એક ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે
તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી
Contribute Your Support by Sharing this News: