રાંચીઃ ઝારખંડના સરાયકેલા ખરસાવાંમાં નક્સલીઓએ મંગળવારે સવારે IED વિસ્ફોટ કર્યો, જેમાં પોલીસ અને 209 કોબ્રાના 16 જવાન ઘાયલ થઈ ગયા. એસપી ચંદન કુમાર સિન્હાએ ઘટનાની પુષ્ટી કરી છે. બ્લાસ્ટ પછી નક્સલીઓએ જવાનો પર ફાયરિંગ પણ કર્યુ મળતી માહિતી મુજબ રાય સિંદરી પહાડ પર નક્સલીઓએ બ્લાસ્ટ કર્યો હતો. ઘાયલ જવાનોને સેનાના હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરી રાંચની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સર્ચ ઓપરેશન દરમિયાન દુર્ઘટના ઘટીઃ ઓફિસરે જણાવ્યું કે, CRPFની વિશેષ ટીમ કોબ્રા અને ઝારખંડ જગુઆરના જવાન સવારે લોન્ગ રેન્જ પેટ્રોલિંગ (એલઆરપી)થી પરત ફરી રહ્યાં હતા, આ સમયે જ બ્લાસ્ટ થયો હતો. હાલ તો ઘટના સ્થળે મોટી સંખ્યામાં જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે.

ગઢચિરોલીમાં 15 જવાન શહીદ થયા હતાઃ મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં 30 એપ્રિલે થયેલા નક્સલી હુમલામાં પોલીસે 15 જવાન શહીદ થઈ ગયા હતા. હુમલામાં બસ ડ્રાઈવરનું પણ મોત નિપજ્યું હતું. આ પહેલાં આ વિસ્તારમાં જ નક્સલીઓએ રોડ નિર્માણના કાર્યમાં સામેલ 30 જેટલાં વાહનો સળગાવી દીધા હતા. નક્સલી હુમલો કુરખેડાથી 6 કિલોમીટર દૂર કોરચી માર્ગ પર થયો હતો. મહારાષ્ટ્ર પોલીસના જવાન ખાનગી બસમાં ગઢચિરોલી તરફ જઈ રહ્યાં હતા. આ વિસ્તાર મહારાષ્ટ્ર-છત્તીસગઢની સરહદ નજીક છે.

શહીદ જવાના સી-60 ફોર્સના કમાન્ડો હતોઃ શહીદ થયેલાં જવાનો પોલીસની સી-60 ફોર્સના કમાન્ડો હતા. આ ફોર્સમાં 60 જવાનો હોય છે. આ ફોર્સની રચના 1992માં તૈયાર કરાઈ હતી. ગઢચિરોલીના તત્કાલીન એસપી કેપી રઘુવંશીએ કર્યુ હતું. આ ફોર્સના કમાન્ડોને નક્સલ વિરોધી અભિયાન માટે તૈયાર કરવામાં આવે છે. આ જવાનો ગોરીલા યુદ્ધમાં માહેર હોય છે.