દેશભરમાં જ્યારે કોરોના મહામારી ચાલી રહી છે. તેને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા જ્યારે જ્યારે વાર તહેવાર ધાર્મિક પ્રસંગો હોય કે અન્ય તહેવાર હોય ત્યારે રાજ્ય સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવે છે. ત્યારે કડી વાસીઓએ સરકારશ્રીના નિયમો ખૂબ જ ખ્યાલ રાખે કોઈપણ તહેવાર હોય તેને સાદગીપૂર્ણ રીતે તેઓ ઉજવી રહયા છે. રામ નવમી ની શોભાયાત્રા મહેસાણા જિલ્લામાં પહેલો નંબર આવતી રામ નવમી ની શોભાયાત્રા આ વર્ષે કોરોના મહામારી ને ધ્યાનમાં લેતા રામની શોભાયાત્રાને મોકૂફ રાખવામાં આવી હતી. તેવી જ રીતે કડીમાં અષાઢી બીજ નિમિત્તે જે રથયાત્રા ની શોભાયાત્રા કાઢવામાં આવે છે. તેને પણ આ વર્ષે કોરોના મળીને કારણે સાદગીપૂર્ણ રીતે મંદિર પરિસરમાં શોભાયાત્રાની ફેરવી ત્યાં સાદગીપૂર્ણ રીતે ઉજવી તેવી જ રીતે કડીમાં જન્માષ્ટમી નુ ખુબ જ મોટા પ્રમાણમાં ઉજવણી કરવામાં આવે છે.
આ પણ વાંચો – અંબાજી મંદિરમા ઇન્દોર ના ભક્ત દ્વારા 11 લાખ 38 હજાર નું છત્ર દાન કરાયુ
ખૂબ મોટો મેળો કડીના બજારોમાં ભરાતો હોય છે પરંતુ કોરોના મહામારી ને અને રાજ્ય સરકાર દ્વારા લેવાયેલ નિર્ણય ધ્યાનમાં રાખી કડીના નગરજનોએ તમામ તહેવારોની સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરી હતી. ત્યારે આજ વાત કરીએ તો કડીમાં ગરબાના શોખીન પણ ખૂબ જ વધુ છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા જે નિર્ણય લીધો છે કે, નવરાત્રિમાં માતાજીની આરતી પૂજા કરવા માટે છે, ૨૦૦ વ્યક્તિ નીચે છૂટ આપેલ છે. તેને ધ્યાનમાં રાખી કડીની સોસાયટી વિસ્તાર હોય કે કોઈ નાના – મોટા મહોલ્લા હોય ત્યાં પણ ખુબ જ શાંતિથી અને કોરોના મહામારીને ધ્યાનમાં રાખી એકબીજાથી સંક્રમણ નો ફેલાય તેવી ખૂબ જ કાળજી રાખવામાં આવી છે. મોઢે માસ અને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેવી રીતે ગોળ કુંડાળા કરી દૂર દૂર ઉભા રહે છે, અને કડી ગોપાલજી મંદિર ચાલીના નાના ભૂલકાઓ દ્વારા શ્રી અંબાજી માનો ગબ્બર પણ બનાવેલ છે ગબ્બરમાં અલગ અલગ રમકડાં પણ મુકેલ છે અને ભૂલકાઓ મહિલાઓ અને તમામ વ્યક્તિ દ્વારા માતાજીની આરતી પૂજા કરતી વેળાએ મા અંબા ભવાની ને પ્રાર્થના કરે છે કે આ મહામારી સમગ્ર દેશ પર જે કોરોના મહામારી ચાલી રહી છે. તે જલદીમાં જલદી દૂર થાય તેવી અમો માતાજીને પ્રાથના કરી તમામ સોસાયટીના રહીશો પ્રાર્થના કરતા હોય છે.