ગરવી તાકાત મહેસાણા : મહેસાણા શ્રી આધશક્તિ બહુચરાજી માતાજી મંદિરમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં 25 સપ્ટેમ્બર,ભાદરવા વદ અમસાના રોજ મુખ્યમંદિરની પ્રક્ષાલન વિધિ બપોરે 12-00 કલાકે થનાર છે. આસો સુદ એકમ,26 સપ્ટેમ્બરના રોડ સવારે 07-30 કલાકે ઘટસ્થાપન કરવામાં આવનાર છે.આ ઉપરાંત શતચંડી યજ્ઞનો પ્રારંભ 01 ઓક્ટોબરના રોજ સવારે 09-15 કલાકે થશે,તેમજ તેની પૂર્ણાહુતિ 03 ઓક્ટોબરના આસો સુદ આઠમને સાંજે 04- 30 કલાકે થશે.
આધશક્તિ બહુચરાજી માતાજીના પલ્લી નૈવેધ આસોસુદ આઠમને સોમવાર 03 ઓક્ટોબરના રાત્રીના 12 કલાકે થનાર છે.નવરાત્રી જવેરા ઉત્થાપન 05 ઓક્ટોબર,આસોસુદ દશમ બુધવારને સવારે 07-30 કલાકે થનાર છે. માતાજીના દશેરા નિશાન ધ્વજારોહણ આસોસુદ દશમને બુધવાર 05 ઓક્ટોબરને સવારે 10-30 કલાકે થનાર છે. આ ઉપરાંત માતાજીની દશેરાની પાલખીયાત્રા આસો સુદ દશમને બુધવારે 05 ઓક્ટોબરને બપોરે 3-30 કલાકે શ્રી માતાજીની પાલખી બેચર ગામે સમી વૃક્ષ પૂજન માટે જશે.
આ ઉપરાંત આસો સુદ પૂનમની પાલખી 09 ઓક્ટોબર રાત્રીના 09-30 કલાકે નિજમંદિરથી નીકળી શંખલપુર મુકામે જશે તેમ વહીવટદાર શ્રી બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ બહુચરાજીની અખબારી યાદીમાં જણાવાયું છે