વડગામ તાલુકાના નાંદોત્રા ગામે ગતરોજ સામાજિક એકતા જાગૃતિ મિશન ના રાષ્ટ્રીય સંયોજક એડવોકેટ કેવલસિંહ રાઠોડના અધ્યક્ષ સ્થાને નાંદોત્રાના એસ.બી.દોશી હાઈસ્કૂલની બાજુમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જેની જેટલી વસ્તી એનું એટલું પ્રતિનિધિત્વ જેવા સ્લોગનો વપરાયા હતા. જેમાં દેશમાં ચાલતા જાતિગત, જ્ઞાતીગત, અને મૂડીવાડી પ્રથા ને નાબૂદ કરવાના પ્રયત્નો કરવા દીકરીઓને શિક્ષિત રક્ષિત કરવી શોષિત પીડીત અને વંચિત લોકોના હક માટે લડવુ અને સ્ત્રી પુરુષ અસમાનતા દૂર કરવી, કુરિવાજો દૂર કરવા,એસ. સી.એસ.ટી, ઓબીસી, અને માયનોરિટીના હક માટે લડવું અને મજબૂત સંગઠન કરવા કાર્યક્રમ હાથ ધરાયો હતો.
આ પણ વાંચો – દુધસાગર ઘી કૌભાંડ: નકલી ઘી ની બનાવટ હરિયાણાના પુન્હા ખાતે થતુ હોવાનુ સામે આવ્યુ
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બનાસકાંઠામાં વધારે સંખ્યામાં લોકોને સામાજિક એકતા જાગૃતિ મિશનમાં જોડાવા માટે એલાન કરાયું હતું. અત્યાર સુધી બનાસકાંઠામાં 3000 જેટલા કાર્યકરો જોડ્યા છે. અને ગુજરાતમાં કુલ 30000 થી વધુ લોકો કાર્યરત છે આગામી સમયમાં વધુ લોકો જોડાય એવું જણાવ્યું હતું