મહેસાણામાં 11 સપ્ટેમ્બરે નેશનલ લોક અદાલત યોજાશે – સમાધાન થયેલ કેસમાં ફી રીફંડ કરી શકાશે

શેર કરવા અહીં ક્લિક કરો.

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, ન્યુ દિલ્હી, તથા ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદની સૂચના અને માર્ગદર્શન અનુસાર, જિલ્લા અદાલત, રાજમહેલ, મહેસાણામાં તથા તાલુકા કક્ષાએ તમામ તાલુકા કોર્ટોમાં તારીખ :- 11 સપ્ટેબ્મર 2021ના રોજ સવારે 10.30 કલાકથી નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.

 આ લોક અદાલતમાં સમાધાન પાત્ર ફોજદારી કેસો, મોટર એકસીડન્ટ ક્લેઈમ પીટીશન, નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-138 ના ચેક રીર્ટનના કેસો, ભરણપોષણના કેસો, ફેમીલી કેસો, જમીન વળતરના કેસો, મજૂર કાયદાને લગતા કેસો, મહેસુલી તકરારના કેસો, વીજ તથા પાણી બીલ (ચોરી સિવાયના) કેસો, ભાડાના, બેન્ક વસુલાત, સુખાધીકાર હકક, મનાઈ હુકમ, દેવા વસુલાતને લગતા દિવાની તકરારના કેસો તથા અન્ય પ્રકારના સમાધાનલાયક કેસો મુકી શકાશે.

આ પણ વાંચો – કડી મામલતદાર કચેરીની મુલાકાતમાં કલેક્ટરનો આદેશ – કર્મચારીઓએ અઠવાડીયામાં ત્રણ દિવસ રાશન દુકાનોની તપાસણી કરવી !

જે સબંધકર્તા ઈસમો પોતાના પેન્ડીંગ કેસો લોક અદાલતમાં મુકવા ઈચ્છુક હોય તો તેઓએ સબંધીત કોર્ટનો અથવા જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, મહેસાણા અથવા તાલુકા કક્ષાએ તાલુકા કાનૂની સેવા સમિતિનો તા.08  સપ્ટેમ્બર 2021 સુધી કે તે પહેલા સંપર્ક કરવાનો રહેશે.

કાનૂની સેવા સત્તા મંડળ, અધિનિયમના નિયમ 21 હેઠળ લોક અદાલતમાં કેસોનું સમાધાન અથવા પતાવટ થયેલ હોય તેવા કેસોમાં કોર્ટ ફી રીફંડ કરી શકાશે જેની ખાસ નોંધ લઈ સબંધકર્તા તમામ પક્ષકારોને તેઓના કેસો લોક અદાલતમાં મુક્વા અને સુખદ નિરાકરણ લાવવા આગ્રહભરી વિનંતી કરવામાં આવે છે. 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.