— ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયાની ઉપસ્થિતિમાં પ્રદેશ મહિલા મોરચા મુખ્ય ટીમના પદાધિકારીઓની બેઠક યોજાઇ :
— રાષ્ટ્રીય મહિલા મોરચા અધ્યક્ષ શ્રીમતી વનાથી શ્રીનિવાસન જી ની અધ્યક્ષતામાં મળેલી બેઠકે નવા પ્રાણ ફૂંક્યા, આગામી વિધાનસભામાં વિજય ઉત્સવ નક્કી :
— ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ માં ઐતિહાસીક સરસાઈ સાથે ભવ્યજીત મેળવવામાં ‘યંગ જીન્સ’ નો મહત્વનો ફાળો રહેશે. – શ્રીમતી વનાથી શ્રીનિવાસન જી, રાષ્ટ્રીય મહિલા મોરચા અધ્યક્ષ :
ગરવી તાકાત મહેસાણા : શ્રી કમલમ કાર્યાલય ખાતે રાષ્ટ્રીય મહિલા મોરચા અધ્યક્ષ શ્રીમતી વનાથી શ્રીનિવાસન જી ની અધ્યક્ષતા માં, ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ શ્રી મ.મો.પ્રભારી ગોરધનભાઈ ઝડફિયાજીની ઉપસ્થિતિમાં, ગુજરાત પ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષ ડૉ. દિપીકા સરડવાની હાજરીમાં પ્રદેશ મહિલા મોરચાની બેઠકનુ આયોજન થયું.
ગુજરાત પ્રદેશ “શ્રી કમલમ” કાર્યાલય ખાતે આજ રોજ રાષ્ટ્રિય મહિલા મોરચા અધ્યક્ષ શ્રીમતી વનાથી શ્રીનિવાસન જી ની અધ્યક્ષતામાં, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા જી ની ઉપસ્થિતિમાં પ્રદેશ મહિલા મોરચા મુખ્ય ટીમના પદાધિકારીઓની બેઠક યોજાઇ. આ બેઠકમાં રાષ્ટ્રીય મહિલા મોરચા મહામંત્રી દીપ્તિજી રાવત, પ્રભારી શ્રીમતી પૂનમ શર્મા, પ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષ ડૉ. દીપિકા સરડવાજીની ઉપસ્થિતિમાં આગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી. ગુજરાત રાજકારણ માટે આ વર્ષ ચૂંટણી નું વર્ષ છે. મહિલા મોરચાએ યંગ જીન્સ પર વધુ ભાર મૂકી યુવતીઓને પ્રવર્તમાન વિકાસશીલ સરકારના પ્રજાલક્ષી નિર્ણયો અને કાર્યોથી વાકેફ કરી યુવતીઓને વધુ મતદાન કરાવવા રાષ્ટ્રિય અધ્યક્ષાએ આહવાન કર્યું, તો પ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષ ડૉ.દીપિકા સરડવા એ સોશિયલ મીડિયા પર ભાર મૂકતાં મહિલા મોરચાની દરેક બહેનોને ટ્વીટર પર ટ્વીટ કરવા આહ્વાન કર્યું.
શ્રીમતી વનાથી શ્રીનિવાસન જી ના એક દિવસના પ્રવાસ દરમિયાન ગાંધીનગર ઉત્તર વિધાનસભામાં પેજ સમિતિની બહેનો સાથે ભોજન લીધું અને ચૂંટણી લક્ષી જમીની સ્તર પરની માહિતી મેળવી. ત્યારબાદ આદ. પ્રધાન સેવક શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના “વોકલ ટુ લોકલ” ના કાર્યને આગળ ધપાવતા ગૃહઉદ્યોગ કરતી, નાના વ્યવસાય કરતી બહેનોને પ્રોત્સાહન મળે તે હેતુ થી Gem પોર્ટલ સાથે જોડાય, ઈ માર્કેટિંગ દ્વારા વૈશ્વિક બજારનો ઉપયોગ કરી ઘરે બેઠા સ્વાવલંબી થવા માટે બહેનોને પ્રોત્સાહન આપ્યું અને માર્ગદર્શિત કર્યા. ગૃહ ઉદ્યોગમાં જોડાયેલ બહેનો દ્વારા બનાવવામાં આવેલ ચીજ વસ્તુઓનાં સ્ટોલની મુલાકાત લીધી.
ત્યાર બાદ ગાંધીનગર ખાતે ગુજરાત પ્રદેશ મહિલા મોરચા ના અધ્યક્ષશ્રી ડૉ દીપિકા સરડવાજી ની હાજરી માં રાષ્ટ્રીય મહિલા મોરચા અધ્યક્ષ શ્રી વનાંથી શ્રીનિવાસનજીના હસ્તે સુપ્રસિદ્ધ બૉલીવુડ અભિનેત્રી , ઇન્ટરનેશનલ આઇકોનીક એવોર્ડ વિજેતા આરતી જોશીને ખેસ પહેરાવી ભારતીય જનતા પાર્ટી માં સ્વાગત કર્યું, સદસ્યતા આપી હતી.
— રાષ્ટ્રીય અધ્યક્ષા એ ગુજરાત મહિલા મોરચાના અધ્યક્ષા ડૉ દિપીકા સરડવાજી કામગીરી જોઈ કહ્યું, વાહ વાહ ક્યા બાત હૈ :
ગુજરાતની મુલાકાતે આવેલા ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષા ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષા ડૉ દિપીકા સરડવાજી ની કરવાની કામગીરી જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને કહ્યું હતું વાહ વાહ ક્યા બાત હૈ. આગામી વિધાનસભા ચૂંટણીમાં ડૉ દિપીકા સરડવાની અધ્યક્ષતામાં ગુજરાતનો મહિલા મોરચો તન મન અને ધનથી તેમને જે કામગીરી સોંપવામાં આવશે તેમાં મદદરૂપ બનશે તેવી પણ આશા વ્યક્ત કરાઇ હતી. જોકે મહિલા મોરચાએ આ આશા ને સફળતાના શિખરો એ લઈ જવા માટે વચન આપ્યું હતું.
— આગામી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ બહુમતીથી સત્તા સ્થાને બિરાજશે :
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના અધ્યક્ષ ડૉ દિપીકા સરડવા ની સરળ કરવાની કામગીરી ઉડીને આંખે વળગે તેવી છે. જ્યાંથી મહિલા મોરચાના અધ્યક્ષા બન્યા છે ત્યારથી જ પાર્ટી માટે પોતાનું સમગ્ર જીવન જાણે સમર્પિત કરી દીધું હોય તે રીતે તેઓ કામગીરી કરી રહ્યા છે. ગુજરાત ભર ના જિલ્લા અને તાલુકા મથકો ઉપર જઈને તેઓ પાર્ટીને મજબૂત બનાવવા માટે મહિલાઓ વધુમાં વધુ મહિલા મોરચામાં જોડાય તેવા પ્રયાસો હાથ ધર્યા છે. ફળ સ્વરૂપે આગામી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ બહુમતીથી સત્તા સ્થાને બિરાજશે છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.