ગરવી તાકાત કાંકરેજ : ભારતીય કિશાન સંઘ પચીસ તારીખ થી ગાંધીનર ખાતે ધરણા કરી રહ્યા છે પરંતુ હજુ સરકાર નું પાણી પણ ન ડગતા ગાંધીનગર કિશાન સંઘ ના આદેશ અનુસાર ઠેર ઠેર રોડ ચક્કા જામ કરવાનો આદેશ આવતા આજે કાંકરેજ તાલુકાના કિશાન સંઘ ના પ્રમુખ વાઘાભાઈ પટેલ ના સહીત અન્ય કિશાનો એ શિહોરી દુંગાવાડા પાસે રોડ પર ચક્કા જામ કર્યો હતો
સાથે સાથે જય જવાન જય કિશાન ના નારા લગાવ્યા હતા જો અમારી માંગ પુરી નહિ કરવામાં આવે તો અમે આવનારી વિધાનસભા ની ચૂંટણી નો પ્રચાર ગામમાં નહિ થવા દઈએ રોડ પર વાહનો ના ચક્કા જામ થી શિહોરી પોલીસ આવી વિસ થી પચીસ કીશાનોની અટકાયત કરી શિહોરી પોલીસ સ્ટેશન લાવી થોડી વાર પછી મુકત કરવામાં આવ્યા હતા..
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ કાંકરેજ