નરેન્દ્રમોદી:કોલકત્તા માં ફરીથી ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની વિશાળ પ્રતિમા બનાવીશ.

શેર કરવા અહીં ક્લિક કરો.

         લોકસભા ચૂંટણીમાં અંતિમ તબક્કાના મતદાન પહેલાં પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં લક્ષ્‍મીકાંતપુર અને દમદમમાં સભાને સંબોધન કર્યું હતું. વડાપ્રધાને અહીં મમતા બેનરજી સરકાર પર પ્રહાર કર્યા અને કહ્યું કે કોલકાતામાં રોડ શો દરમિયાન નફરતના રાજકારણને જનતાએ જોયું છે. તેમણે કહ્યું કે નફરત ફેલાવનારા લોકોએ સમાજસુધારક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમાને પણ ન છોડી અને તેને ધ્વસ્ત કરી દીધી. પણ વર્તમાન સરકાર મહાન સમાજસેવકના દ્રષ્ટિકોણને સમજે છે. નરેન્દ્ર મોદીએ એ જ સ્થળ પર સમાજસુધારક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની નવી વિશાળ પ્રતિમાના નિર્માણની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. એમણે પશ્ચિમ બંગાળની મુલાકાત પહેલાં જ મમતા બેનરજી પર આરોપ લગાવ્યા કે મેદિનીપુરમાં ટીએમસી કાર્યકર્તાઓએ અરાજકતા ફેલાવી હતી. જ્યારે ઠાકુરનગર વિસ્તારમાં તો સ્થિતિ એટલી ખરાબ કરી હતી કે મારે ત્યાં સંબોધન રોકી દઈ મંચથી દૂર જવું પડ્યું. મોદીએ મમતા બેનરજીને પડકાર ફેંક્યો કે આજે વધુ એકવાર પશ્ચિમ બંગાળમાં દમદમમાં મારી રેલી છે, જોઈએ છે કે દીદી આ રેલી થવા દે છે કે નહીં.

શેર કરવા અહીં ક્લિક કરો.