કડીના ટાંકીયા ગામે ધોળા દિવસે વાસણો અને સોના – ચાંદીના દાગીના ધોવાનું કહી સોનાની બંગડીઓ પ્રવાહીમાં નાખી છેતરપિંડી કરવામાં આવી હતી અને તેમાં ત્રણ શખ્સો ફરાર થઇ ગયા હતા. તે મહિલા એ સ્થાનીક પોલિસને જાણ કરી ને તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ બાબતે નંદાસણના અધિકારીઓ દ્વારા તપાસનો દોર શરૂ કરતાંની સાથે જ ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.
આ પણ વાંચો – કડી વિડજ ગામ ભુત તલાવડી પાસે મોનીટરીંગ સેલ ની રેડ માં દેશી દારૂ બનાવતો શખ્સ ઝડપાયો
કડી તાલુકાના ટાંકિયા ગામે રવિવારે સવારે ત્રણ શખ્સો વાસણો ધોવાના પાવડર અને પ્રવાહીનું માર્કેટિંગ કરવા આવ્યા છીએ તેમ કહીને ગામમાં ત્રણ શખ્સો બાઇક લઇને આવ્યા હતા અને ટાંકિયા ગામે રહેતા વિષ્ણુબા નટવરસિંહ ચૌહાણ ના ઘરે આવી ને વાસણ ધોવા માટે આપવાનું કહેતા તાબાંનો લોટો આપવામાં આવ્યો હતો. જે ઉજળો કરી આપવામાં આવ્યો હતો. અને બાદમાં ભાવનાબાની પગની તોડીઓ અને લકી આપતા તે પણ ઉજળી કરી આપતા વિશ્વાસ બેસતા વિષ્ણુબા એ પોતાની સોનાની બંગડીઓ ધોવા આપતા કાળા કલરના ડબ્બામાં મૂકી અંદર કેમિકલ નાંખતા ધુમાડા ઉડયા હતા બાદમાં તે ડબ્બો પાછો આપી દઇ પાંચ મિનિટ પછી જોવાનું કહી ત્રણ શખ્સો ત્યાંથી ફરાર થઇ ગયા હતા. 29 ગ્રામ 960 મી.લી ની બંગડી નું વજન 11 ગ્રામ 160 મી.લી થયું હતું 18 ગ્રામ 800 મી.લી ની કિંમત 67,000 ની થાય છે તે પ્રવાહી માં નાખી દઇ વિશ્વાસઘાત અને છેતરપિંડી થયાનો અહેસાસ થતાં તેઓએ નંદાસણ પોલીસ સ્ટેશનમાં ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોધવામાં આવી હતી અને નંદાસણ પોલીસ ના અધિકારીએ આ ફરિયાદ ને આધારે તપાસ કરતા ગણતરી ના કલાકો માં ત્રણ આરોપી ને ઝડપી પાડવામાં આવ્યા હતા.
જૈમિન સથવારા – કડી